________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
संवत् १९७० नी सालना
વિવારે.
સર્વ પ્રકારની શકિત પાળવાને માટે મન, વચન અને કાયાથી બ્રહ્મચર્યની સંરક્ષા કરવી જોઈએ, અને તેથી શક્તિમાન થઈ જગતને ઉપદેશ દેવે જોઈએ. વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યો કરવાની શક્તિને અર્પનાર બ્રહ્મચર્ય છે. મંત્ર, તંત્ર, યંત્ર એ સર્વને આધાર બ્રહ્મચર્ય છે. ધર્મને આધાર બ્રહ્મચર્ય છે. દેશોન્નતિને આધાર બ્રહ્મચર્ય પર છે. દેવતાઓને વસ્ય કરવાને ઉપાય બ્રહ્મચર્ય છે. પ્રાણુવિનિમય, વ્યાખ્યાન આદિ કાર્યોમાં શક્તિ સમર્પનાર બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યથી ધ્યાન અને સમાધિ થઈ શકે છે. મન, વાણું અને કાયાનું રક્ષણ કરનાર બ્રહ્મચર્ય છે, યૌવનવયનું રક્ષણ કરનાર બ્રહ્મચર્ય છે. દીર્ધાયુષ્યનું સંરક્ષણ કરનાર બ્રહ્મચર્ય છે. અમર યશ અને અમર નામ રખાવનાર બ્રહ્મચર્ય છે. સર્વ તેમાં સાગર સમાન બ્રહ્મચર્ય છે. દેશની અને સમાજની આબાદી કરનાર બ્રહ્મચર્ય છે. પિતાના સત્યને સર્વત્ર પ્રસરાવનાર બ્રહ્મચર્ય છે. સર્વ પ્રકારની રેગ્યતાપૂર્વક મનની શાંતિ જાળવનાર બ્રહ્મચર્ય છે. સર્વેન્દ્રિયોનું આરોગ્યસંરક્ષક બ્રહ્મચર્ય છે. શરીરના રાજાની આબાદી કરનાર બ્રહ્મચર્ય છે. ભવિષ્યની પ્રજાને સારે વારસો આપનાર બ્રહ્મચર્ય છે. દેશમાં પુરૂષોને ઉત્પન્ન કરનાર બ્રહ્મચર્ય છે. દેશમાંથી રેગોને મારી હઠાવીને દેશના મનુષ્યોને બળવાન બનાવનાર બ્રહ્મચર્ય છે. ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ કરાવી આપનાર બ્રહ્મચર્ય છે. દેશમાંથી ચોરી, જૂ, હિંસા, દગાબાજી વગેરે પાપાને હઠાવી દેનાર બ્રહ્મચર્ય છે. સંકલ્પ બળની સિદ્ધિ કરનાર બ્રહ્મચર્ય છે. પરતંત્રતા, અસંતોષ, ચિન્તા, શોક અને સ્વાર્થાદિ દુર્ગણોને હઠાવીને આત્માને સ્વતંત્ર બનાવનાર બ્રહ્મચર્ય છે.
* સંવત્ ૧૯૭૦ ના સાલની ડાયરીમાં જે જે વિચારો લખાયા છે તે અમદાવાદ, થિાપુર, રાંધવા, લોદરા, વિજાપુર, મહુડી, ગવાડા, પાલ, ભાલક, વડનગર, ખેરાળુ, સીપેર, વિસનગર, મહેસાણા, ખેરવા, મેહ, સાઉ, આજેલ, દરેલ અને માણસા વગેરે ગામોમાં વિહાર પ્રસંગે લખાયા છે. તેમાં માણસના ચાતુર્માસમાં ઘણા વિચારો લખાયા છે,
For Private And Personal Use Only