________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સામાન્ય ગ્રાહક છે તેથી સર્વ જીવોમાં સત્તાએ જૈનત્વ માનીને સર્વજીને તે જેને કહે છે. વ્યવહારનય વિશેષ ધર્મગ્રાહી છે તેથી આચાર અર્થાત્ જૈન ધર્મની ક્રિયાઓને જેઓ કરતા હોય તેઓને જૈન કહે છે. વ્યવહારનયમાં અનેક ગરછ ફરકાવાળા ક્રિયાઓને કરનારા જેને ગણાય છે.
જુસૂત્રનયના મત પ્રમાણે જે જૈનના પરિણામને ધારણ કરનાર હોય તે જૈન કહેવાય છે. ઋજુસૂત્રનય ફક્ત એક વર્તમાન કાળને ગ્રહણ કરે છે, તે ભૂતકાળ તથા ભવિષ્યકાળને ગ્રહણ કરતો નથી. વર્તમાનમાં જેવા પરિણામ વર્તતા હોય તેને જુસૂત્રનય તે કહે છે. જૈનધમની ક્રિયાઓ કરતા હોય પણ તેના પરિણામ જે જૈનના નથી તો તેને ઋજુસૂત્રનય જેન કહેતા નથી. વર્તમાનમાં જે જૈનના પરિણામ વર્તતા હોય તે તેને
જુસૂત્રય જૈન કહે છે. શબ્દનય પિતાની માન્યતા આગળ કરીને કહે છે કે જેનામાં સભ્યત્વ પ્રગટયું હોય છે તે જૈન કહેવાય છે. વાસ્તવિક સમ્યકુત્વ વા નિશ્ચય સભ્યત્વની પ્રાપ્તિ વડે મનુષ્ય જૈન કહેવાય છે. શબ્દનયની માન્યતા પ્રમાણે જેઓએ નિશ્ચય સભ્યત્વ પ્રાપ્ત કર્યું છે તે જેને કહેવાય છે. સમભિરૂઢનયની અપેક્ષાએ સમ્યપણે જૈન એવા શબ્દને ભાવાર્થ જે ગ્રહણ કરાય છે તેમાં જે આરૂઢ થાય છે તે જૈન કહેવાય છે. જેનપણમાં એકાંશ ન્યૂન હોય તેને સમભિરૂઢનય જૈન કહે છે. એવભૂતનય જૈન એવા શબ્દ વડે સંપૂર્ણ અર્થ ક્રિયાકારિત્વ જેનામાં હય, પરિપૂર્ણ જૈનપણું, સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રાદિ ગુણો જેનામાં હોય તેને એવંભૂતનય જૈન કહે છે. સર્વનની અપેક્ષાઓએ જેન માની શકાય.
ગમનયની અપેક્ષાએ દુનિયામાં ઘણા જ હોઈ શકે, સત્તાએ જૈનપણું માનનાર સંગ્રહનયની અપેક્ષાએ દુનિયામાં ઘણું જેને હોઈ શકે, વ્યવહારનયની અપેક્ષાએ દુનિયામાં ઘણું જેને હોઈ શકે પણ નિગમ અને સંગ્રહનય કરતાં વ્યવહારનય વડે પહેલા બે નયની અપેક્ષાએ થોડા જેને હોઈ શકે. પૂર્વાચાર્યો સામાન્ય જીવ આગળ ત્રણ નય ઉતારવાની ભલામણ કરે છે. વર્તન ભાનમાં નિગમ તથા વ્યવહાર નયની અપેક્ષાએ ચતુર્વિધ સંધ માન્યતા વા જેનની માન્યતા સ્વીકારીને જૈનશાસનની સેવામાં પ્રવૃત્ત થઈ શકાય, નૈગમ
For Private And Personal Use Only