________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૮
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
જન્મા એટલા માત્રથી પિતાને કૃતકૃત્ય થયા એમ માની લેવું નહિ, પણ જેન બનતાં પહેલાં ગુણો પ્રગટાવવાને ખ્યાલ કરવો જોઈએ.
જૈનશાસનમાં કોલાહલ કરાવનારાઓ મહામહનીયકર્મ ઉપાર્જન કરે છે.
વ્યવહાર અને નિશ્ચય એ બેમાંથી કેનાથી ધર્મોન્નતિ થઇ શકે?
વ્યવહારનયના જ્ઞાનવાળે અને નિશ્ચયનયના જ્ઞાનવાળે કેણ જૈનશાસનની વિશેષ ઉન્નતિ કરી શકે ? ઉત્તરમાં એમ કહેવાનું કે વ્યવહારનય અને નિશ્ચયનય એ બે નયને પરિપૂર્ણજ્ઞાનવાળા મનુષ્ય શ્રી જૈનશાસનની વિશેપોન્નતિ કરવા સમર્થ થઈ શકે છે. વ્યવહારનય ચંદ્ર સમાન છે, અને નિશ્ચય
ત્ય સૂર્યસમાન છે. આધ્યાત્મિકજ્ઞાનનો પૂર્ણ અભ્યાસ કરનાર મનુષ્ય જન શાસનની ઉન્નતિ કરવાના ગુપ્ત ઉપાયોને જાણી શકે છે, અને સલાહ સંપથી જેનેદય કરવા સમર્થ બને છે. વ્યવહારનયને પરિપૂર્ણ અભ્યાસ કરનાર મનુષ્ય ઉધમ કરવામાં પાછા હઠત નથી. અધ્યાત્મજ્ઞાનને પરિપૂર્ણ અભ્યાસ કરેલ મનુષ્ય ઉદાર આશયથી અને ગંભીરપણાથી શુદ્ધ ચિતે વ્યવહારનયથી આચરણાઓને આચરીને જનધર્મોન્નતિ કરવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાન વિનાને વ્યવહારનયવાદી એકાને ઉપદેશ આપી શકે છે, તે સંકુચિત આશયથી કેઈ અપેક્ષાએ જિનશાસન ચલાવવા પ્રયત્ન કરી શકે પરંતુ તે ઘણી બાબતેમાં અધ્યાત્મજ્ઞાનની દ્રષ્ટિ વિના ભૂલ કરી શકે. બે નયના પરિપૂર્ણ અનુભવજ્ઞાનવાળો વ્યવહારમાં અને નિશ્ચયનયમાં ભૂલ કરી શકે નહિ, માટે જૈનશાસનેન્નતિ કરવા માટે બે નયના પૂર્ણનુભવી જ્ઞાનીને આચાર્ય પદવી આપવાની જરૂર છે. દ્રવ્યાનુગના જ્ઞાનપૂર્વક જેણે અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કર્યો છે, તે મુનિવર જૈનશાસનની ઉન્નતિમાં આચારની બાબતમાં ઉદાર દૃષ્ટિ રાખીને સર્વ ગ૭વાળા જનની સાથે ઉભા રહીને આત્મભોગ આપવા સમર્થ થાય છે, અને આચારવિવારેની સાપેક્ષા સમજવામાં તે ભૂલ કરી શકતો નથી. સ્યાદાદને પરિપૂર્ણ સમજનાર ના વ્યવહારનય, નિશ્ચયનયઆદિ અનેક નાનું સ્વરૂપ અવધી શકે છે, અને તેથી તે જનધર્મનો વાસ્તવિક ઉપદેશ તથા વાસ્તવિક પ્રચાર કરવાને સમર્થ થાય છે. જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ,
For Private And Personal Use Only