________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
ભવિષ્યમાં સાધુની દૃષ્ટિમાં હલકા પડે છે. જે સાધુએ અન્ય સાધુઓને પોતાની તરફ પ્રેમથી અને ઉદારભાવથી આકર્ષી શકતા નથી. તે અન્ય ધર્મીઓને જન બનાવવાને શક્તિમાન થતા નથી. જે સાધુએ મતભેદ, સહનશીલતા ધારણ કરીને અન્ય સાધુઓને પૂજયબુદ્ધિ, શુદ્ધપ્રેમ અને ધર્મસ્નેહથી પોતાના સમાન ગણે છે, તે સાધુએ સ્વપરોન્નતિ કલ્યાણુ કરવા સમર્થ થાય છે.
*
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
૫૭
ગુણા વિના ફક્ત ક્રિયાપ્રવૃત્તિની કેટલી જરૂર છે.
જૈનધર્મની કેટલીક ક્રિયા કરવામાં આવે પણ જૈનધર્મ પ્રમાણે ગુણાને હૃદયમાં ન પ્રગટાવવામાં આવે તો તેથી ગુણાની ઉત્ક્રાન્તિ થઇ શકતી નથી. શ્રાવકામાં અને સાધુઓમાં દયા, ક્ષમા, વૈરાગ્ય, ગંભીરતા, મૈત્રીભાવના, અક્ષુદ્રતા વગેરે ગુણાની ખાસ જરૂર છે. પોતાનામાં ધર્માંપણું માની લેખને અન્ય મનુષ્યાને જ્યાં સુધી ધિક્કારની લાગણીથી દેખવામાં આવે, ત્યાં સુધી જૈનધર્મમાં કથેલી યા પોતાનામાં પ્રગટી એમ કદિ ગણી શકાય નહિ. અન્ય મનુષ્યેાની ભૂલોને ક્ષમા ન આપવામાં આવે ત્યાં સુધી પેાતાના આત્મામાં ક્ષમા ગુણ ખરેખરા ઉત્પન્ન થતા નથી. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે એમ દરેક જૈને સમજીને પોતાનામાં ગુણે પ્રગટાવવા પ્રયત્ન કરવા એજ મુખ્ય સાધ્યદશા છે. પ્રભુપૂજા કરવી, વ્રતપચ્ચખાણ કરવુ, એટલું કરીને સન્તોષ પકડી બેસી ન રહેવુ જોઇએ. પણ ગૃહસ્થ જૈનાએ પાતાનામાં મૈત્રી, પ્રમેાદ, માધ્યસ્થ, ભક્તિ, ગંભીરતા, ક્ષમા, લઘુતા, વૈરાગ્ય, જ્ઞાન વગેરે ગુણો પ્રગટાવવા દરરોજ પ્રયત્ન કરવા જોઇએ. પોતાના આત્મા પોતાનામાં પ્રગટેલા ગુણાની સાક્ષી ન આપે, અને અન્ય મનુષ્યો ગમે તેટલી પ્રશંસા કરે તેથી ગૃહસ્થ જૈનાએ ભૂલીને ફુલવું નિહ. અન્ય મનુષ્યોને ધર્મમાર્ગમાં આગળ કરતાં પાછળ પાડવામાં આવે એવા ઇર્ષ્યાભાવ ટાળ્યા વિના જૈનપણું વિશેષપણે પ્રગટતું નથી. ક્રિયાનુ અજીર્ણ નિન્દા છે એવું સમજીને ક્રિયા કરનારા જૈનાએ પાતાની જીભને વશમાં રાખવી, અને તેને તરવાર બનાવીને અન્યના પ્રાણ લેવા પ્રયત્ન કરવા નહિ. જૈતાએ આત્માના ગુણો પ્રગટાવવા પ્રયત્ન કરવા જોઇએ. જૈનકુળમાં