________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૫૫
જૈનવિષય-સાધુવર્ગ. સાધુવર્ગ વિના ધર્મનું રક્ષણ થઈ શકતું નથી. સાધુની સંગતિથી ધર્મને બેધ મળે છે. સાધુના ઉપદેશથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. સાધુએથી આગમોનું પઠનપાઠન, સ્મરણ મનન ચાલ્યા કરે છે. સાધુઓના ઉપદેશથી દાન, શીલ, તપ, ભાવરૂપ ચતુર્વિધ ધર્મ વહ્યા કરે છે. સાધુઓના ઉપદેશથી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગ વહ્યા કરે છે. નહિ બોલનાર એવા સાધુએથી જે ધમની અસર થાય છે, તે વક્તા એવા ગૃહસ્થથી થઈ શકતી નથી. સાધુઓના આચારમાં અને વિચારમાં દયાનું તત્વ સદા વહ્યા કરે છે. સાધુએના આચારમાં સ્વકલ્યાણ અને પરકલ્યાણનું તત્ત્વ રહ્યું છે. કપટરહિત યથાશક્તિ ભગવાનની આજ્ઞા પ્રમાણે સાધુઓનું પ્રવર્તન થાય છે તે મેક્ષ માર્ગમાં સાનુકૂળ પ્રવૃત્તિ છે. ઉત્તમ સાધુઓની સંગતિથી જે પ્રાપ્ત કરી શકાય છે તે પુસ્તકેથી પ્રાપ્ત કરી શકતું નથી. ઉત્તમ સાધુઓની સંગતિથી અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. ઉત્તમ સાધુની સંગતિ ખરેખર ચિન્તામણિની પેઠે દુર્લભ છે. કપટરહિત યથાશક્તિ પ્રવર્તનાર અને સત્યધર્મને વીતરાગની આજ્ઞાપૂર્વક ઉપદેશ દેનાર સાધુની સંગતિ કરવી.
સાધુવની ઉન્નતિ, સાધુ થકીજ થનાર; સંપ પ્રેમ લઘુતા થકી, ઉદય થશે નિર્ધાર. ઉદાર દૃષ્ટિ રાખીને, કરી પરસ્પર સાહા; સાધુવર્ગની ઉન્નતિ, કરશો ધારી ન્યા. હઠ કદાગ્રહ ત્યાગીને, કરી મત્યંતર દૂર ધરી હૃદય મધ્યસ્થતા, સાધુ લહે સુખપૂર.
For Private And Personal Use Only