________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૫૩.
ગૃહસ્થ જેનેએ ધાર્મિક અભ્યાસ કરવો જોઈએ.
ગૃહસ્થ જેને, જૈનધર્મને પરિપૂર્ણ અભ્યાસ વિના પિતાના ધર્મની મહત્તા સમજી શકે નહિ એમ બનવા યોગ્ય છે. હાલમાં જનધર્મગુરૂસાધુઓ ગામો ગામ વિહાર કરે છે પણ દરેક ગામના સર્વ જનો પોતાના ગામમાં આવનાર સાધુ પાસે આવી શકતા નથી એમ સ્વાનુભવથી કહેવું પડે છે. જેમાં ધાર્મિક રાગ ઉત્સાહ, સાધુ સમાગમની ઇચ્છા અને સાધુપ્રતિ પિતાની ફરજ વગેરેની ખામી દષ્ટિગોચર થાય છે. પિતાના ધર્મગુરૂઓ પર રાગ અને બહુમાન વિના કેઈ ધર્મની કેમ દુનિયામાં પ્રગતિના માર્ગમાં આગળ પડતો ભાગ લઈ શકતી નથી. ગૃહસ્થ જૈને પિતાના ધર્મગુરૂસાધુઓના આદરસત્કાર અને તેમની સેવામાં પાછળ પડશે તો પિતાની અસ્તિત્વ ઉપર કુહાડે મારશે અને એનાં ફળ પિતાને ભોગવવાં પડશે. પ્રીતિ પિતાના ધર્મગુરૂઓને આદરસત્કાર અને તેમની સેવા કરે છે તેથી પ્રસ્તિાની બોન્નતિમાં પણ હાલ વૃદ્ધિ દેખાય છે. પોતાના ધર્મગુરૂને આદરસત્કાર અને બહુમાન કરવું એ પિતાના આદરસત્કાર અને બહુમાન બરાબર છે. પિતાના ધર્મગુરૂનું રક્ષણ, અસ્તિત્વ, એજ પિતાનું અને ધર્મનું રક્ષણ છે એમ દરેક જૈને સમજવું જોઈએ. પોતાના ધર્મગુરૂનું બહુમાન કરવાથી આત્મભેગી એવા ધર્મગુરૂઓ ઉત્પન્ન કરી શકાય છે. પિતાના ધર્મગુરૂને તિરસ્કાર એજ પિતાને તિરસ્કાર છે એમ દરેક જેને સમજવું જોઈએ. ત્યાગી એવા અને દેશકાલાદિના અનુસાર પંચમહાવ્રત પાળનારા સાધુઓ વિના ધર્મને ફેલાવો થતો નથી. ધર્મનું રક્ષણ કરવું અને ધર્મગુરૂઓનું અસ્તિત્વ કાયમ રાખવું એ કાર્ય, આચાર્યોએ અને ઉપાધ્યાયે વગેરેએ સારી રીતે બનાવવું જોઈએ. ધર્મનું નામ ધરાવનારા અને ધર્મગુરૂઓના નિન્દક, નાસ્તિક એવા નામધારી જનોથી જનધમ પ્રવર્તતે નથી. ધમ ગુરૂઓના પ્રતિપક્ષી અને ત્યાગી સાધુગુરૂઓનું ઉત્થાપન કરનારા શાસનહી નામધારી જેની સામે પોતાનું બળ ટકાવી રાખવા અને સાધુઓની સેવાભક્તિ કરવા વર્તમાનમાં વિદ્યમાન એવા ગીતાર્થ ધર્મગુરૂઓએ ક્ષેત્રકલાનુસારે જમાનાને અનુસરી ચાંપતા ઉપાયો લેઈ સાધુવર્ગનું રક્ષણ કરવું.
For Private And Personal Use Only