________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૫૧
જૈનધર્મપ્રચાર જૈનધર્મચારિત્રમાર્ગમાં અને જૈનદર્શન પ્રવર્તાવવાના માર્ગમાં ઉત્સર્ગ અને અપવાદને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવે સેવવાની જરૂર રહે છે. ઉત્તમ ગીતાર્થ સાધુઓ જૈનદર્શનને ફેલાવો કરવામાં ઉત્સગ અને અપવાદ માર્ગ પ્રવૃત્તિથી કામ કરે છે. ઉત્સર્ગ વિના અપવાદ નથી અને અપવાદ વિના ઉત્સર્ગ નથી. ઉત્સર્ગ અને અપવાદમાર્ગથી પંચ મહાવ્રત પાળી શકાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ પ્રમાણે ઉત્સર્ગ માર્ગથી નહીં ખસાય તે માટે અપવાદ માર્ગનું અવલંબન દરેક ગચ્છના સાધુઓને લેવું પડે છે. જૈનશાસનની રક્ષા માટે અને સાધુઓની રક્ષા કવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પ્રમાણે અપવાદમાર્ગથી વર્તવું પડે છે અને યોગ્ય એવાં કાર્યો કરવા પડે છે. જૈનશાસનની રક્ષાથે દર્શાવેલા અપવાદ માર્ગો પ્રમાણે જે વર્તવામાં ન આવે તે જૈન શાસનની હાનિ થાય છે અને તેથી પ્રાયશ્ચિત્ત દરેક જેનેને લેવું પડે છે. ગીતાર્થ સાધુઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે જેનશાસનની રક્ષા અને ઉન્નતિના ઉત્સર્ગ અને અપવાદ માર્ગે જાણે છે માટે તેમની સલાહ લેઈ દરેક જેને જૈનધર્મની સેવા બજાવવા સદાકાલ તૈયાર રહેવું. ઉત્સર્ગ વખતે ઉત્સર્ગ સેવવામાં ન આવે તો દોષ લાગે છે અને અપવાદની વખતે અપવાદ સેવવામાં ન આવે તે દોષ લાગે છે. એકાન્ત ઉત્સર્ગભાને પકડવાથી દિગંબરોએ સાધુઓને ક્ષય કર્યો. જેનશ્વેતાંબરમાં ઉત્સર્ગ અને અપવાદપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પ્રમાણે ચારિત્રધર્મ પ્રવર્તે છે તેથી સાધુઓની ઉન્નતિ દેખવામાં આવે છે અને સાધુવર્ગને નાશ થતો નથી. ગીતાથ જૈન સાધુમાં જૈનધર્મ ફેલાવવાની જેટલી કાળજી હોય તેટલી ગૃહસ્થમાં ક્યાંથી હોય ? આચાર્યો, ઉપાધ્યાય, પ્રવર્તકો વગેરે સાધુઓ જૈનધર્મના રક્ષક છે માટે દર્શનદષ્ટિની અપેક્ષાએ તેમનું બહુ સન્માન કરવું અને તેમની ભક્તિ કરવી. કારણ કે તેઓની રક્ષા કરવાથી તથા ભક્તિ સેવા કરવાથી જૈન ધમની ર થવાની છે. સાધુઓથી જેનધર્મ રહેવાને છે. જૈનધર્મમાં વિદ્યમાન એવા સાધુની માન્યતા વિના શ્રાવક હોઇ શકતું નથી. જૈનશાસ નની ભકિત ધરનાર જેન, ગમે તે ઉપાયો વડે દિલ્લગ અને અપવાદમાગ વેઠીને જૈનધર્મની ઉન્નતિ કરે તેમાં તેને મહાધમને લાભ પ્રાપ્ત થાય છે,
For Private And Personal Use Only