________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
ગચ્છનાયકની આજ્ઞા. સાધુઓએ અને સાધ્વીઓએ ગચ્છના નાયક આચાર્યની આજ્ઞા પાળવી જોઈએ. આચાર્યો, ઉપાધ્યાયે, પ્રવર્તકો વડે ગચ્છની શોભા રહે છે. આચાયની આજ્ઞામાં ધર્મ છે એમ સમજીને પિતાનાં કર્તવ્ય કર્મો બજાવવા સાધુએએ અને શ્રાવકોએ સદા તૈયાર રહેવું જોઈએ. ગચ્છના નાયક, આચાર્ય વગેરે અગ્રેસરે જે જે સાધુને જે જે કાર્ય સોંપે તે તે કાર્ય તે તે સાધુએ ખંતથી પૂર્ણ કરવું જોઈએ. ગચ્છના નાયકની આજ્ઞામાં રહેવાથી સાધુઓ સ્વાત્મકલ્યાણ સાધી શકે છે અને અન્ય મનુષ્યનું કલ્યાણ પણ કરી શકે છે. ગચ્છના આચાર્યની આજ્ઞામાં રહેલો સાધુને સમુદાય યશ, કીર્તિ પ્રતિષ્ઠાને પામે છે અને જગતમાં પિતાને વિજય વાવટા ફરકાવવા સમર્થ થાય છે. ગચ્છનાયક સૂરિના વિચારે અને આચારથી કેળવાયલા સાધુઓ અને સાધ્વીઓ નધર્મને ફેલાવો કરવા સમર્થ બને છે.
ગચ્છના આચાર્યો પિતાના ગચ્છના સાધુઓ, અને સાધ્વીઓની સારણ, વારણ વડે હિતમાં પ્રવૃત્તિ કરાવવી જોઈએ. પિતાના ગચ્છના સાધુઓ અને સાધ્વીઓ અપ્રમત્ત દશામાં રહે એવો વારંવાર ઉપદેશ આપી ઉત્સાહ વધારે. રાજ્યતંત્રની પેઠે પોતાના ગચ્છના સાધુઓની અને સાધ્વીઓની ઉન્નત્યર્થે, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પ્રમાણે યથાયોગ્ય ઘટતા ઉપાયો આદરવા જોઈએ. પિતાના ગચ્છમાં જ્ઞાની સાધુઓ પ્રગટે એવા દીર્ધદષ્ટિથી ચાંપતા ઉપાય લેવા જોઈએ. પિતાના ગચ્છના સાધુઓના અને સાધ્વીઓના ભલા માટે માથે પડેલી સર્વ ફરજ બજાવવા માટે અનેક વિપત્તિઓના સામા તૈયાર ઉભા રહેવું જોઈએ અને પિતાની ફરજથી કદિ ભ્રષ્ટ ન થવું જોઈએ. આચાર્યો, ઉપાધ્યાયે, પ્રવર્તકે, સ્થવિરે વગેરે એ પિતપતાના અધિકાર પ્રમાણે પિતાની ફરજો બજાવવા સદા તૈયાર રહેવું જોઈએ. અનેક સંકટ વેઠી ઉત્સાહથી પિતાના ગચ્છની ફરજો બજાવીને જૈનશાસનની સેવા કરવી જોઈએ. અન્ય ગાના આચાર્યો વગેરેની સાથે સલાહ, પ્રેમ, મૈત્રી વગેરે રાખી જેના શાસનની સેવા બજાવવી જોઈએ.
For Private And Personal Use Only