________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૫૮૮
aan
પ્રેમ અને તેમની સેવા કરનારા એવા જેને પ્રગટાવવાના જેનગુરૂકુળ વગેરે ઉપાયો છે.
ધમીઓની વૃદ્ધિની વ્યવસ્થા પ્રીતિ પાદરીએ ભારતમાં આવી લાખ આર્ય મનુષ્યને પ્રીતિ બનાવ્યા છે જેની સંખ્યા જેને કરતાં ઘણી વિશેષ છે. આર્યસમાજીઓની ત્રીશ ચાલીશ વર્ષમાં લાખોની સંખ્યા થઈ ગઈ. પાદરીયો ભારતના જંગલોમાં પ્રીતિધર્મને ફેલાવો કરવા જંગલી લોકોને ભણાવવા શાળાઓ કાઢે છે અને માથું મૂકીને ત્યાં પડી રહે છે તેમજ લાખ રૂપિયાનું ખર્ચ કરે છે. જ્યારે બ્રીસ્તિને પિતાના ધર્મનું આટલું બધું અભિમાન છે ત્યારે સત્યધર્મ માનનારા જેને, લાખો રૂપિયા ખર્ચીને એક ગુરૂકુળ પણ સ્થાપવા સમથ થયા નથી તે અન્ય ધમઓને જેન બનાવવાની તે શી વાત કરવી? પ્રીસ્તિ મનુષ્ય જાત પર પિતાના ધર્મમાં દાખલ કરવાની બુદ્ધિએ જે દયા અને ઉપકાર કરે છે તેવું જેમાં ધર્માભિમાન હેત તે અન્ય ધર્મ, દુ:ખી નિરાધાર લાખો મનુષ્યને જૈનધર્મમાં દયા અને ઉપકાર વડે લાવી શકાત. પણ જેનેમાં એવું ધર્માભિમાન અને મનુષ્ય જાતને ધર્માર્થે પણ ઉત્તેજન આપવાની દયા, શક્તિ અને પરોપકાર બુદ્ધિ હાલ જોઈએ તે પ્રમાણમાં દેખાતાં નથી. જેનામાં ધર્માભિમાનને જુસ્સો, શુરાતન અને ધર્માથે આત્મભોગ આપવાની શક્તિ પ્રગટી નીકળે તે જૈનધર્મને સારી રીતે ફેલાવો કરવા ચાંપતા ઉપાયો લઈ શકાય. સદ્ગણ વડે આત્માની પરમાત્મદશા કરાવનાર જૈનધર્મ છે માટે જેનધર્મનું અભિમાન ધારણ કરવાની જરૂર છે. જેના ધર્મની સેવા એ એક પિતાની ફરજ છે એમ જેઓ સમજે છે અને પિતાની જંદગીને ભોગ આપીને જેઓ ધમની સેવા કરે છે તેઓ આખી દુનિયાના ખરા સેવકો જાણવા. આખી દુનિયાનું શ્રેયઃ કરનાર અનેક શુભાશયાપેક્ષાવાળે જૈનધર્મને જુસ્સો ધારણ કરવો એ દરેક જૈનેની ફરજ છે કારણ કે પિતાની એ ફરજમાં જગતના સર્વ જીવોનું કલ્યાણ કરવાની શક્તિ રહેલી છે.
૪
For Private And Personal Use Only