________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૮
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
જેની વસ્તિ વધે એવા ઉપાય શોધવા માટે એક કોન્ફરન્સ ભર - વાની જરૂર છે અને જેનેની વસ્તિ વધે એવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી ઉપાયો દરવાની ખાસ જરૂર છે. હવે તે ચારે જાતિવાળાઓને જૈનધમાં બનાવવા માટે સપદેશ દેવાની જરૂર છે. ચારે જાતિને જૈન બનાવવા માટે જૈન વિદ્વાનેનું એક મંડલ ખાસ નીમવું જોઈએ. જૈન વિદ્યાનું મંડળ કાર્યો કરે તેને અનુમોદન આપવું જોઈએ.
જૈનધર્મને ફેલા કરવામાં ઉપયોગી બાબત એ છે કે જેનેતર બંધુઓને પિતાના તન, મન, ધનની સહાય આપીને તેમને સંતોષ આપવો. તેમનાં દુઃખ દૂર કરવા તન, મન અને ધનને ભેગ આપ. આ પ્રમાણે મનુષ્ય બંધુઓની સેવા કરવાથી અને તેમને કેળવણું આપી આર્થિક સહાધ્ય આપવાથી તેમનું મન ખરેખર જૈનધર્મ પાળવા માટે આકર્ષાશે. મનુષ્યોને વ્યાવહારિક સુખ સાધનની સાહાટ્યની સાથે જૈનધર્મને બોધ આપવામાં આવે તે આ કાળમાં જૈનધર્મ પાળનારાઓની સંખ્યામાં વધારો કરી શકાય. આ કાળમાં બાહ્ય સુખ સાધનોની સાહાય આપવાની સેવાવડે અન્ય મનુષ્યને જૈનધર્મ તરફ આકર્ષી શકાય. આ કાળમાં એકલી જૈન ધર્મની ફિલોસોફીના ઉપદેશથી અલ્પ મનુષ્યને જૈન બનાવી શકાય અને ઉપયુક્ત સેવા ધર્મના બળ અને ઉપદેશવડે અનેક મનુષ્યને જૈન બનાવી શકાય. મનુષ્યોને સેવાધર્મ કર્યા વિના આ કાળમાં જૈનધર્મને ફેલાવો કરી શકાશે નહિ. વિદ્વાનોને પણ સેવા, ભક્તિથી જૈનધર્મ તરફ રૂચિવત કરવાને આ કાળમાં ઉપયુક્ત ઉપાય છે. જૈનધર્મ નહિ પાળનારા એવા મનુષ્યોનું જેનધર્મ તરફ લક્ષ ખેંચાવવા અનેક પ્રકારના દ્રવ્ય, કાલ, ભાવ પ્રમાણે ઉપાય.
જવા અને તે પ્રમાણે પ્રવર્તવું એ જૈનધર્મીઓની ફરજ છે અને તે ફરજની સિદ્ધિ માટે “ મા અા ઘી, કે કાં તો gf શું?” એ વાક્યને દરેક જેનેએ જાપ કરવો એમ અંતઃકરણથી ઈચ્છું છું. જેનધર્મની સેવા કરનારાઓએ ઉપયુક્ત દમ સેવાની દિશા તરફ દષ્ટિ રાખવાની ખાસ જરૂર છે. જેનેતરોને પિતાના આત્માની સમાન માનીને તેઓના શ્રેય માટે પ્રયત્ન કરવાથી જૈનધર્મની પ્રભાવના કરી શકાશે. મનુષ્યો પર અત્યંત
For Private And Personal Use Only