________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૫૮૭
જોઈએ અને તેમની સામા થઈને જૈનસંઘબળની રક્ષા કરવી જોઈએ. જૈનસંધ બળની રક્ષા કરવામાં પુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરાની પ્રાપ્તિ થાય છે. જૈન દેવગુરૂ ધર્મની રક્ષા કરવામાં જે પ્રયત્ન કરે છે તે જૈન સોત્તમ જાણ. જેનસંઘની ઉન્નતિ માટે અપવાદ માર્ગો સેવીને દેશ કાલાનુસારે આગળ વધવું જોઈએ. જૈનશાસનની સેવા કરવામાં એકાન્ત લાભ છે. જૈન સંઘબળ વધારવા માટે સામાન્ય વૈરઝેર ભૂલી જઈને આગેવાનએ ધર્માભિમાનને જુસ્સો ફેલાવો જોઈએ.
જૈનકોમની ઉન્નત્યર્થે અનેક વિચારે પ્રગટે છે પણ તેનો પૂર્ણ અમલ થાય તેવા સંયોગે હાલ દેખાતા નથી. કારણ કે જૈનેને ધાર્મિક સાથે વ્યાવહારિક કેળવણું જોઈએ તેવી આપવામાં આવતી નથી. કેટલાક ધાર્મિક ગ્રન્થનો એક્લો અભ્યાસ કરે છે તેઓની દષ્ટિમાં એકલા ધાર્મિક વિચારેજ સમાઈ જાય છે તેથી તેઓ વ્યાવહારિક કેળવણીની કદર બુઝવા સમર્થ થતા નથી. કેટલાક એકલી વ્યાવહારિક કેળવણું લે છે તેથી તેઓ ધાર્મિક કેળવણી વિના નાસ્તિક બને છે અને તેથી તેઓ ધાર્મિક કેળવણીની કદર બુઝવા સમર્થ થતા નથી. વ્યાવહારિક જ્ઞાનદષ્ટિ અને ધાર્મિક જ્ઞાનદષ્ટિ એ બે દૃષ્ટિથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ જાણી શકાય છે અને જેનધર્મની ઉન્નત્ય સમયાનુસારે યોગ્ય ઉપાયો આદરી શકાય છે. વ્યાવહારિક અને ધામિક કેળવણી સાથે આપી શકાય એવાં જૈન ગુરૂકૂળ સ્થાપ્યાશિવાય છૂટકે નથી. જેનગુરૂકૂળાની ગરજ સારે એવી સંસ્થાઓ સ્થાપવાની ખાસ જરૂર છે. આવી સંસ્થાઓની સેવા કરે એવા સ્વયસેવકેની ખાસ જરૂર છે. તેવા સ્વયં સેવક પ્રગટી નીકળે એવા ઉપાયો આદરવાની ખાસ જરૂર છે. ધાર્મિક કેળવણીથી જગતમાં સદાચારે અને સદિચારે પ્રગટી નીકળે છે અને તેથી દુનિયામાં શાતિ પ્રસરે છે. ધાર્મિક કેળવણથી સત્ત્વગુણને પ્રકાશ થાય છે.
For Private And Personal Use Only