________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૫૮૩
-~-~~-~~~-~~-~રહે એવી પ્રેરણાને અનુમોદન આપે એવો ઉપદેશ આપવો જોઈએ. ગચ્છના અધિપતિએ પિતાને ગ૭ગુણવડે શોભે તેવા વિચારેને કરવા જોઈએ અને વિચારોને આચારમાં મૂકી બતાવવા જોઈએ. ગચ્છના અધિપતિયોએ ગુછને બગાડનાર સાધુઓને દૂર કરવા જોઈએ. ગચ્છના અધિપતિયોએ જૈનાગમોનું જ્ઞાન ગચ્છમાં પ્રવર્તાવવું જોઈએ. ગચ્છના અધિપતિયોએ સાધુઓમાં અને સાધ્વીઓમાં વૈરાગ્ય, જ્ઞાન અને ધ્યાન વધે એવા નિયમ વધારવા જોઈએ. ગચ્છના અધિપતિએ સાધુઓમાં શુદ્ધ ચારિત્ર્ય વધે અને પિતાની આજ્ઞામાં રહે એમ પ્રવર્તવું જોઇએ. ગચ્છના અધિપતિયોએ પિતાની પાટ પર ગીતાર્થ સાધુને બેસાડવા જોઇએ.
જૈન ગચ્છ,
જે સાધુ ગ૭માં રહેતા નથી અને ગુરૂની આજ્ઞા પ્રમાણે ધર્મમાં પ્રવૃત્તિ કરતો નથી તેવા સાધુને ગચ્છની બહાર કરે. એક સડેલ પાન જેમ અન્ય સડેલ પાનને બગાડે છે, તેમ એક ભ્રષ્ટ થએલ સાધુ અન્ય સાધુઓને બગાડે છે, માટે તેવા સાધુને ગચ્છની બહાર કરવો જોઈએ. ગચ્છના સાધુઓ અને સાધ્વીઓ ઉપર ગચ્છના અધિપતિએ દાબ રાખવો જોઈએ. ગચ્છના સાધુઓમાં પ્રેમ અને વૈરાગ્ય વધે એવા ઉપાયો પ્રવર્તાવવા જોઈએ. ગચ્છના સાધુઓને ચારિત્ર પાળવા માટે ગચ્છાધિપતિએ સાહાધ્ય આપવી જોઈએ. ગચ્છને સાધુઓને વિનય વૈયાવચ્ચ આદિ ગુણોને બોધ આપવો જોઈએ. ગચ્છના અધિપતિયાએ દરેક સાધુને પિતાના અધિકાર પ્રમાણે ધમમાં પ્રવર્તાવવા જોઈએ. ગચ્છના અધિપતિયોએ આગમોના પઠન-પાઠન અને જ્ઞાન ચર્ચામાં જીવન વ્યતીત કરવું જોઈએ. અગીતાર્થ સાધુઓએ ગચ્છની નિશ્રાએ રહેવું જોઈએ.
ગીતાર્થ વચનથી હલાહલ વિષ પીવું જોઈએ અને અગીતાર્થ વચનથી અમૃત પણ ન પીવું જોઈએ. ગચ્છના અધિપતિ ગીતાર્થે પિતાના ગચ્છમાં સદ્વિચારને અને સદાચારેને ફેલાવવા જોઈએ. ગચ્છના અધિપતિ ગીતાર્થની આજ્ઞા પ્રમાણે જ પ્રવર્તવું જોઈએ. સામાન્ય સાધુઓએ ગીતાર્થની આજ્ઞામાં
For Private And Personal Use Only