________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૨
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે
સાધુઓમાં ધાર્મિક પ્રવૃત્તિને ઉત્સાહ ફેલાવવાની ઘણી જરૂર છે. ધાર્મિકપ્રવૃત્તિ વિના ધાર્મિક નિવૃત્તિની રક્ષા થઈ શકે તેમ નથી, વાડ વિના ક્ષેત્રનું વા વૃક્ષનું રક્ષણ થઈ શકતું નથી. ધાર્મિક પ્રવૃત્તિ વિના નિવૃત્તિનું કેઈ કાલ રક્ષણ કરી શકાય નહિ, અને તે માટે વ્યાવહારિક ધર્મમાર્ગની આવશ્યક્તા છે. રાજ્યનું રક્ષણ કરવા સેનાની જરૂર પડે છે, તદ્દત નિવૃત્તિ ધમ માર્ગનું રક્ષણ કરવા પ્રવૃત્તિરૂપ ધમની આવશ્યકતા સિદ્ધ કરે છે. જે ધર્મમાં પ્રવૃત્તિધર્મની ગણના થતી જાય છે તે ધમની દુનિયામાં મન્દતા-ક્ષીણતા થતી જાય છે. જૈન સાધુઓમાં ધાર્મિક ઉપદેશાદિ પ્રકૃત્તિનો ઉત્સાહ ફેલાવીને જેમાં આવશ્યક નિવૃત્તિનું રક્ષણ કરવાની યોજનાના ઉપાયો યોજવાની જરૂર તરફ ખાસ લક્ષ આપે એમ ચળવળ થવી જોઈએ. નિવૃત્તિમાર્ગના ઉપાસકોમાં પણ ધાર્મિક પ્રવૃત્તિની દેશકાળાદિકની અપેક્ષાએ જરૂર છે, એવા વિચારો ફેલાવવા જોઈએ. નિવૃત્તિના ઉપાયભૂત પ્રવૃત્તિ છે અને તેની આવશ્યકતા દ્રવ્યાદિકની અપેક્ષાએ પ્રત્યેક સાધુને અવાધાય એવી ઉપદેશપ્રવૃત્તિ કરવાની જરૂર છે. મગજ સ્થિર રાખીને ધાર્મિક કાર્યો કરવાની શક્તિને પ્રાપ્ત કરે એવા મુનિવરો તથા ગૃહસ્થને પકવવા બને તેટલે આત્મભોગ આપવો.
ગચ્છાધિપતિની ફરજ
ગચ્છના અધિપતિઓએ પિતાના સાધુઓમાં અને સાધ્વીઓમાં શિથિલતા ન આવી જાય અને તેઓ સદાકાલ ધમમાં તત્પર રહે એવા ઉપદેશાદિ ઉપાયો કરવા જોઈએ. ગચ્છના અધિપતિએ સાધુઓમાં સ્વછન્દતા ન પેસે એવા ઉપાયો જવા જોઈએ. ગચ્છના અધિપતિએ પંચાચાર પાળીને અન્યોને પંચાચાર પળાવવા જોઈએ. ગચ્છના અધિપતિએ સારણું–વારણું આદિથી સ્વગચ્છીય સાધુઓનું કલ્યાણ કરવું જોઈએ. ગચ્છના અધિપતિએ ગચ્છનું સંરક્ષણ કરવાને અનુભવ પ્રાપ્ત કરવું જોઈએ. ગચ્છના અધિપતિ
એ વ્યવહારથી એક આંખ ચન્દ્ર જેવી રાખવી જોઈએ અને એક આંખ સૂર્ય જેવી રાખવી જોઈએ. પિતાના ગચ્છના અગ્રગણ્ય શ્રાવકને ગ૭ સંબંધી માહીતી આપવી જોઈએ અને ગચ્છના આચારમાં સાધુઓ તત્પર
For Private And Personal Use Only