________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૦.
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
સાધુઓની વેયાવચ્ચમાં પિતાની મુક્તિ છે એમ વિશ્વાસ ધારણ કરવો જોઈએ. સાધુઓના વચનની અપેક્ષા જાણવી જોઈએ. સાધુઓને ચારિત્ર પાળવામાં ઉત્સાહ પ્રગટે એવી રીતની સ્તુતિ કરવી જોઈએ. પડતા સાધુઓને સહાય આપીને તેમને ધર્મમાં સ્થિર કરવા જોઈએ. સાધુઓ ઉપરથી શ્રદ્ધા ભક્તિ ઉઠે એ ઉપદેશ દેનાર મનુષ્યના વચન ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. અમુક સાધુનું વિપરીતાચરણ દેખી સર્વ સાધુપરથી પ્રેમ ન ઉતારવો જોઈએ. સાધુઓને વિપત્તિના સમયમાં સાહાય આપવી. સાધુઓની કેઇ નિન્દા હેલના કરે તે તેને પરિહાર કરે. સાધુઓના ગુણની સર્વત્ર પ્રશંસા કરવી.
શ્રાવકેને ઉપદેશ ૧. શ્રાવકેએ સાધુઓ પ્રતિ કેવી રીતે વર્તવું જોઈએ તેને સમ્ય બેધ દેવાની જરૂર છે.
૨. શ્રાવકના આચારે કેવા પ્રકારના છે તેનું દ્રવ્ય-ક્ષેત્રકાલ ભાવ પ્રમાણે સ્વરૂપ જણાવવાની જરૂર છે.
૩. શ્રાવક વર્ગમાં સંપ વધે એવા ઉપદેશદ્વારા સમ્યગૂ ઉપાય જ સુવવા.
૪. શ્રાવકને તન-મન વાણું અને ધનથી જનશાસનન્નતિમાં આત્મભેગ આપવાની જરૂર છે તે પ્રમાણે ઉપદેશ દેવાની આવશ્યકતા છે.
૫. થાકીને ચાર પ્રકારના અનુયોગને ઉપદેશ દેવાની જરૂર છે.
૬. 'કોએ સ્વગછ અને સંઘપ્રતિ કેવી રીતે કેવા વિચારોથી વર્તવું જોઈએ તેને બંધ આપીને ક્ષેત્રકાલાદિ યોગે ઉન્નતિમાં યોગ્ય સુધારણાને પ્રયત્ન કરવો.
૭. શ્રાવને નીતિના માર્ગ પર વિશેષતઃ ચલાવવા ઉપદેશ દે.
૮. વ્યાવહારિક અને ધાર્મિક જીવનને દ્રવ્ય-ક્ષેત્રકાલ અને ભાવ પ્રમાણે કેવી રીતે ગાળવું તેને શ્રાવકને ઉપદેશ દે.
ઇ. નિષ્કામ બુદ્ધિથી સેવાધર્મ કરવાને ઉપદેશ શ્રાવકને આપવાની જરૂર છે.
૧૦. જૈનોની વૃદ્ધિના ઉપાયને બેધ આપવો.
For Private And Personal Use Only