________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૮ ની સાલના વિચારે.
પદ
સુવિદિતઆચાર્યની આજ્ઞા પ્રમાણે ચાલનારપ્રવર્તિનીની આજ્ઞામાં નથી તે ગચ્છમાં ગણાય નહિ.
એકલે જે સાધુ હોય છે તે પિતાની સ્વછન્દતા પ્રમાણે ચાલે છે. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને ઓળખી શકતો નથી. જે સાધુઓ તુચ્છપ્રકૃતિવાળા હોય છે અને જે આજ્ઞાભ્રષ્ટ હોય છે તે સાધુઓ એકલા વિચરે છે. જે સાધુઓ સંયમરૂપ પ્રાણની રક્ષા કરવા ધારે છે તે એકલા વિચરી શકતા નથી. એકલો વિચનાર સાધુ પ્રાયઃ સાધુધર્મની ક્રિયા કરવામાં પ્રમાદી બની જાય છે અને તે બ્રહ્મચર્યની નવવાડ પાળવા શક્તિમાન થતો નથી. એકલવિહારી સાધુઓની પ્રકૃતિ ગરમ થઈ જાય છે અને તે કેઈનું કહ્યું સાંખી શકતા નથી. એકલવિહારી સાધુમાં પ્રાયઃ બ્રહ્મચર્ય પણ રહી શકતું નથી. એકલવિહારી સાધુઓ આગમોને અભ્યાસ કરી શકતા નથી અને તેઓ આગમમાં દક્ષત્વ પ્રાપ્ત કરી શકતા નથી. એકલવિહારી સાધુ પિતાના આત્માનું કલ્યાણ કરવા સમર્થ થઈ શકતો નથી. એકલવિહારી સાધુ પિતાના ગચ્છની ક્રિયાઓને ગુરૂગમ પૂર્વક અનુભવ પ્રાપ્ત કરી શકતા નથી. ગુરૂકુળવાસમાં રહેનારા સાધુઓમાં સ્થિરતા વગેરે શુભ ગુણે ઉપજે છે. એકલવિહારી સાધુ પિતાને બચાવ કરવા પ્રાયઃ ઉસૂત્રરૂપણું કરવા પ્રયત્ન કરે છે અને પિતાનાં દૂષણે ઢાંકવા માટે અન્ય સાધુઓનાં છિદ્ર કાઢે છે. એક્લવિહારી સાધુ પિતાનામાં અવગુણે પ્રગટાવે છે. ઉપદેશમાળામાં એકલવિહારને નિષેધ કર્યો છે. રાગ દ્વેષની પરિણતિ ટળે તેમ ગુરૂની આજ્ઞાપૂર્વક વિહાર કરવો એ ઉત્સર્ગમાર્ગ છે.
જૈન સાધુભક્તિ,
સાધુઓની ઉપાસના કરનારાઓએ સાધુને પ્રથમ તે પ્રેમલક્ષણું ભક્તિથી ભજવા જોઈએ. સાધુઓની નિન્દા કદાપિ પોતાના મુખથી ન થાય એવો ઉપયોગ રાખવો જોઈએ. સાધુઓની મન વચન અને યાથી આશાતના ન થાય તેવી રીતે વર્તવું જોઈએ. વિનય અને બહુમાનની સાધુઓને સેવવા જોઈએ. સાધુઓએ ઉપદેશેલધર્મ દેશના તરફ લક્ષ રાખવું જોઈએ.
For Private And Personal Use Only