________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૮૬૦ ની સાલન વિચારે.
૫૭૫
-
-
-
-
કરવી અને નકામી વાર્તામાં લક્ષ ન દેવું. શ્રાવકેએ શ્રાવકધર્મ સંબંધી આગમાં અને ગ્રન્થમાં જે જે કંઈ લખ્યું હોય તે તે સર્વનું જ્ઞાન કરવું જોઈએ. શ્રાવકોએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવાનુસારે પોતાના ધર્માચારમાં દઢ રહેવું જોઈએ. શ્રાવકના ગુણો એજ પિતાનું ખરું જીવન છે એમ શ્રાવકોએ અવધવું જોઈએ. એક શ્રાવક અન્ય શ્રાવકને દેખે અને તેના ઉપર ધર્મરાગ ન પ્રગટે તો સમજવું કે સમ્યકત્વની પ્રાપ્તિ હજી થઈ નથી. ગમે તેવા દુઃખદ પ્રસંગોમાં પણ શ્રાવકોએ પોતાના ધર્મને ત્યાગ કરવો નહિ. સાધુઓની ભક્તિ કરવામાં શ્રાવોએ ખામી ન રાખવી જોઈએ. શ્રાવકોએ ગારના ખીલા જેવું ન બનવું જોઈએ. સાધુવ્રત અંગીકાર કરવાની રુચિવિના શ્રાવક પિતાના ગુણસ્થાનમાં રહી શકતા નથી. શ્રાવકોના ગુણે ધારણ કરનારાઓ જે સાધુ થાય છે તે તેઓ સાધુનાં વ્રત પરિપાલન કરવા સારી રીતે સમર્થ થઈ શકે છે.
જૈનધર્મ
આખી દુનિયાનાં મનુષ્ય, સૂક્ષ્મતત્વે અવબોધવા સમર્થ થવાના નથી. વિદ્વાને તત્વથી બોધ પામીને જૈનધર્મને સ્વીકાર કરે છે. કેટલાક મનુષ્યો સદાયરનું ઉલ અવબોધીને જનધમને સ્વીકાર કરે છે. કેટલાક મનુબેથી કથાનું પોગથી બોધ પામીને જૈનધર્મને સ્વીકાર કરે છે. શાસનના પ્રભાવક આઠ કહ્યા છે. તેનું કારણ પણ મનુષ્યની ભિન્ન ભિન્ન રૂચિના ભેટે અવધવું. વ્યવહારના અનેક કારણેથી લોક જૈનધર્મને અંગીકાર, કરી શકે છે. માટે કોઈ પણ વ્યાવહારિક ધર્મકારણનો ઉચ્છેદ કરવો નહિ. પતાસાની પરભાવને લેવા આવનારા મળે પણ જૈનધર્મ સમ્મુખ થાય છે, એ અમને અનુભવ છે. દુનિયાના સંબધે પણ જનધમ ઉપર ઉપરથી પાળતાં કોઈ વખત યોગ્ય સામગ્રી પ્રાપ્ત થતાં, સભ્ય જેનધર્મની આરાધના લેકે કરી શકે છે. દુનિયાના સ્વાર્થે પણ જૈનધર્મ સમ્મુખ મનુષ્યોને કરવામાં આવે છે તે તેમને ઘણે ભાગ માર્ગાનુસારી થઈ જૈનધર્મ પ્રાપ્ત કરે છે. ફળની રીતથી પણ જેને બનેલા ગુરૂની સંગતિ પામી જૈનધર્મ પાળવા ,
For Private And Personal Use Only