________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
પ૭૧
વસ્થામાં અનેક ઉપસર્ગો સહન કર્યા હતા. શ્રીમદ્દજગચન્દ્રને પણું ઉપાધિ નડી હતી. લેખક, વક્તાઓ, લડવૈયાઓના શિરે અનેક દુ:ખ સહન કરવાનાં લખાયાં છે. પિતાના સદ્વિચારોથી વિરુદ્ધ બોલવાથી આત્માની લધુતા કરી શકાય છે, અને તેથી પોતાનું હૃદય પોતાને ડંખે છે. સદિચાર ફેલાવતાં વિપત્તિ વેઠવી પડે તે સારી પણ અસદ્દવિચારોથી માન થાય તે ખોટું. પિતાના કતવ્યમાં ધૈર્ય ખંત અને ઉત્સાહ રાખીને આગળને માર્ગ ખુલ્લો કરવાને છે.
આર્યાવતમાં શ્રી મહાવીર પ્રભુએ જૈન ધર્મનાં બીજો વાવ્યાં છે, તેને કદી નાશ થનાર નથી. શાન્તિના જમાનામાં તેને ફેલાવે ઘણે થવાને છે. શ્રીમહાવીરપ્રભુને ઉપદેશ આખી દુનિયાના ભલા માટે છે. શ્રીમહાવીરભુનાં આગમોનું મનુષ્યો વાચન કરે અને પરિપૂર્ણ મનન કરે, તે તેમાંથી તેઓ પિતાની ઉન્નતિને ખરેખ માર્ગ શોધી કાઢે. શ્રી મહાવીર પ્રભુની વાણીમાં સત્યના પ્રકાશ પ્રકાશી રહ્યો છે. જે લોકેએ શ્રી મહાવીર પ્રભુના સિદ્ધાંતેને વિચાર કર્યો નથી, તેઓ ગમેતેવા અભિપ્રાય બાંધે છે તેમાં તેઓ સત્ય ખેંચી શકે નહિ. આખી દુનિયાને સત્વગુણી બનાવવા માટે શ્રી વીરપ્રભુનાં વચને ઘણું ઉપયોગી છે. જે અમને સત્ય લાગે છે તે અમે કહીએ છીએ. ઘણું વર્ષપર્યત જેનાગોનું મનન કરીને આ પ્રમાણે લખવું પડે છે. સાતનયની અપેક્ષાપૂર્વક શ્રી મહાવીર પ્રભુનો ઉપદેશ સમજવામાં આવે તે વિશાલ દષ્ટિનાં દ્વાર ખુલ્લાં થાય છે. એમ લખવામાં આવે છે. ઘરની બારીના એક કાણામાંથી દેખનારને આકાશને થેડે ભાગ જણાશે. સંકુચિત દષ્ટિવાળા એકનયની અપેક્ષાએ ધર્મની ટૂંકી વ્યાખ્યા કરે છે. ચેગાનમાં વા પવતનીટેચ ઉપર ઉભા રહીને આકાશને દેખનારાઓ આકાશની મહત્તા કેટલી છે તે બરાબર અવધી શકે છે. તે પ્રમાણે સાતનની અપેક્ષા આદિવડે ધર્મનું સ્વરૂપ જાણનારાઓ ખરા ધમની મહત્તા અવબોધીને વિશાલ દૃષ્ટિમાં આકાશની પેઠે વિશાલતા અનુભવી શકે છે. શ્રી વીરભુએ સાતનની અપે. ક્ષાએ વ અસંખ્યનયાની અપેક્ષાએ વર્મની વ્યાખ્યા સમજાવીને દુનિયાને ઉચ્ચ મુક્ત કરવા અમૂલ્ય ઉપદેશ આપે છે. હે વીર ! ! ! મને જે કંઈ સત્ય
For Private And Personal Use Only