________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૮
સંવત ૧૮૮ ની સાલના વિચારો.
નિયમસર કાર્ય કરવાની શક્તિ,
વખતને સદુપયોગ કરવો અને વખતની કિસ્મત સમજવી એવો જેનો નિશ્ચય થયો હોય છે. મનુષ્ય પિતાનું જીવન સુધારવા સમર્થ બને છે. નકામા બેસી રહેવું, વખતની કિસ્મત ન સમજવી એજ પિતાની અવનતિનું મૂળ કારણ છે. કંઈ પણ જેવું અને કંઈ પણ નવું જ્ઞાન મેળવવું એજ પિતાની ઉન્નતિ કરવાનું મૂળ કારણ છે. નકામું બેસી રહેવું એ પોતાના આત્માને કેદમાં નાખવા બરોબર છે, નિયમિત, વખતસર અને વ્યવસ્થાપૂર્વક કામ કરતાં ટેવ પાડવી એજ ઉદયની નિસ્સરનું અવલંબન છે. કેઈ પણ મનુષ્યના કાર્યમાં વિદન નાખવું, અને તેની પાસે નકામા બેસી રહેવું એજ પડતીનું કારણ છે. પિતાની શક્તિ અને વિવેકથી દરરોજ પિતાને અને પરને લાભ થાય એવી રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ. નકામાં બેસી રહેવાથી પોતાની શક્તિ કટાઈ જાય છે, અને ભાગ્ય દેવીને શાપ વેઠવો પડે છે. પિતાને મળેલી સર્વ સામગ્રીવડે વખતસર કાર્ય કરવાની વ્યવસ્થા રાખનાર મનુષ્ય પિતાની ઉન્નતિને વધારીને અન્યોને આદર્શરૂપ બને છે. કોઈ મનુષ્યને મળવું હોય તે પણ તેને કાર્યક્રમની વ્યવસ્થામાં હાનિ ન થાય અને તેથી અવિવેકી ન બનવું પડે તેને પ્રથમ વિચાર કરવો. કેઈની પાસે જતાં પહેલાં તે શું કામ કરે છે, તેને મળવાથી તેના કાર્યને હાનિ પહોંચે છે, કેમ? અને તેની મરજી છે કે કેમ ? તેની પ્રથમથી પૃચ્છા કરીને પશ્ચાત તેની પાસે બેસવું. ઈગ્લાંડ અને અમેરિકાના લેકે વખતને ઉપયોગ અને કાર્ય કરવાની નિયમિત સ્થિતિને એક મહાન ઈશ્વરીય કાયદો સમજે છે, તેથી તેઓ વ્યવહારિક પ્રવૃત્તિ ભાગમાં આગળ પડે છે. ભારતમાં વખતની કિસ્મત અને નિયમિત કાર્ય કરવાના નિયમને એક મહાન કાયદો ગણવામાં આવશે અને તે પ્રમાણે આર્યવાસીઓ પ્રવર્તશે, ત્યારે હાલના કરતાં ભારતવાસીઓની ઉત્તમ દશા થવાની. પૂર્વે આર્યદેશમાં ઉપયુક્ત નિયમ પ્રમાણે લોકો પ્રવર્તતા હતા. ધર્ભિમનુષ્યોએ નિયમસર કાર્ય કરવાની અને તેમાં લક્ષ રાખીને કાર્ય કરવાની પ્રવૃતિ રાખવી જોઈએ. પિતાને ક્ષણ માત્ર પણ સમય નકામે ન જાય એમ ખાસ લક્ષમાં રાખવું જોઈએ.
For Private And Personal Use Only