________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
એકસરખા વિચારોનું અલ
એકસરખા વિચારવાળા એ મનુષ્યો ભેગા થવાથી અગીયાર મનુષ્યા જેટલું બળ પ્રાપ્ત થાય છે. એક સરખા વિચારવાળા ત્રણ મનુષ્યાથી એકસાતે અગીયાર મનુષ્યા જેટલું ખળ કરી શકાય છે. એકસરખા વિચારવાળા હજારો મનુષ્ય. ભિન્ન ભિન્ન હાય અને તેએ ભેગા ના મળે તે તેનાથી એક સરખા વિચારવાળા છતાં મોટું કાય કરી શકાતું નથી. પરસ્પર અંકાડા ભેગા મળે તા સાંકળ બની શકે છે અને તેથી હાથીને પણ ખાંધી શકાય છે. જગતમાં શુભમાના સેવકોએ એકસરખા શુભવિચારવાળા મનુષ્યેાને એકદ્દા કરીને તેનાવડે મહાશુભકાર્યાં સાધી શકાય એવા ઉપાય આદરવા જોઇએ. એકડા પછી એકડા મૂકવામાં આવે તે અગિયાર થાય તેમ એક વિચારવાળા મનુષ્ય સાથે અન્ય તેના સરખા વિચારવાળા મનુષ્ય જોડાય તો અગિયાર જેટલું ખળ કરી શકે. જે ધર્મી મનુષ્ય એકલા હવા છતાં પોતાના સરખા જાતે કરે છે તો તે અગિયારના જેટલું બળ પ્રાપ્ત કરી શકે છે. પોતાના સરખા વિચારવાળા સેંકડા મનુષ્યા ભેગા કરીને યાજનાવો બધારણપૂર્વક વ્યવસ્થિત રીતિએ કાર્ય કરવામાં આવે તે આખી દુનિયામાં તેની અસર થાય. ધર્મી મનુષ્યએ પોતાના વિચારેને ફેલાવા કરવાને પેાતાના સરખા ધર્મવિચારવાળાને પેાતાના કાર્યમાં સામેલ કરવા કે જેથી ધાર્યા !રતાં ઘણું થઇ શકશે. શ્રીવીરપ્રભુએ ચતુર્વિધ સંધની રચના કરીને પેાતાના આધને ભરતમાં ગંગા નદીની પેઠે સદા વહેતા કર્યા છે. પાતાના ધમ વિચારી દુનિયામાં ન મરી જાય તે માટે સદિચારાને ફેલાવીને અન્ય મનુષ્યોને પેાતાના સરખા બનાવવા જોઇએ અને તેઆની સદા ભવિષ્યમાં પરંપરા ચાલે એવી વ્યવસ્થા કરવી જોઇએ, આવી વ્યવસ્થાના વ્યવહાર ખરેખર ઉત્તમ છે, અને તે દાનયાને ઉત્તમ લાભ આપવા સમર્થ બને છે. દીર્ધ દૃષ્ટિવાળા અને સમયદક્ષનાનીને આ પ્રમાણે સુજ પડે છે અને તે વીતરાગ ધર્મની સેવા કરે છે.
+
*
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
૫૭