________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૦
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સમયમાં તેઓના પ્રતિસ્પધિઓ પ્રતિપક્ષીઓ, વિદ્યમાન હોવાથી તેમને વર્તમાન સમયમાં તેઓની શ્વેતબાજુને વિશેષ પ્રકાશ પડી શકતો નથી. ધર્મ, આચાર, રૂઢિબંધને સંબંધી જ્ઞાનીઓ, લેખકે, ઉપદેશકે કંઈક વર્તમાન સમયને અનુસરી કહે છે તેથી તેઓના સામે જૂના વિચારો હુમલો કરે છે, અને તેઓને દાબી દેવા અનેક પ્રયત્ન કરે છે. તેઓ જે કંઈ કહેતા હોય તે તરફ ગાડરીયા પ્રવાહ પેઠે ચાલનારા મનુષ્યો લક્ષ દેતા નથી પણ ઉલટું તેઓના સત્યને દબાવી દેવા પ્રયત્ન કરે છે. આવી પરિસ્થિતિમાં
વર્તમાનકાળે તેઓની મહત્તાનો ખ્યાલ પરિપૂર્ણ આવી શકતા નથી. પ્રશ્ન—જૂના વિચારવાળા અને સુધારકે એ બેમાંથી કોનામાં ભૂલ હોય છે? ઉત્તર–જાના વિચારવાળાઓ અને સુધારકો એ બન્નેમાં ભૂલે થવાન,
સંભવ છે. જૂના વિચારવાળાઓમાં પણ સત્ય હોઈ શકે અને નવા વિચારવાળાઓમાં પણ સત્ય હોઈ શકે. જજૂનાઓ અને સુધારકોનાં મન્તને ભિન્ન ભિન્ન અપેક્ષાએ વિચારીને આગમે. અને યુક્તિવડે તેમાંથી સત્ય તારવી કાઢવું જોઈએ. જુનાઓનું અને સુધારકેનું મન્તવ્ય ખરેખર વિચારીને તેમાંથી અપેક્ષાએ સત્ય કાઢવું જોઈએ પણ પક્ષપાત કરીને કદાગ્રહગ્રસ્ત થવું ન જોઈએ. અનુભવજ્ઞાન મેળવીને બન્નેના વિચારોનું પરિ.
Uામિક ફલ તપાસવું જોઈએ. પ્રશ્ન–જના સનાતનીઓ અને સુધારકનું ઐક્ય થઈ શકે કે કેમ? ઉત્તર–આ પ્રશ્ન બહુ ગંભીર છે અને પ્રશ્નને ઉત્તર પણ બહુ ગંભીર
છે. કોઈ અપેક્ષાએ અમુક બાબતેના વિચારમાં બન્નેનું ઐક્ય થઈ શકે પણ સર્વથા ઐક્યને અસંભવ છે, ગમે તે દેશમાં ગમે તે ધર્મમાં, ગમે તે કાલમાં, ગમે તે જાતિમાં, ગમે તે ભાવમાં, ગમે તે ઉપાન્તરે જૂનાઓ અને નવીને એ બે પક્ષોનું ગણું મુખ્યરૂપે ભિન્નપણે અસ્તિત્વ રહેવાનું. આચાર, વિચારેમાં અનેક નામે અને રૂપાંતરે બન્ને પક્ષ રહેવાના. સ્યાદાદ જ્ઞાનીઓ દ્રવ્ય, ક્ષેત્રકાલ અને ભાવથી બન્નેનું કવચિત એકેય કરી શકે છે.
For Private And Personal Use Only