________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૦૪૮ ની સાલના વિચારે.
૫૫૩
અક્રિયાવાદની માન્યતા એગ્ય છે. સિદ્ધ પરભાવકિયાની અપેક્ષાએ અક્રિય છે અને જ્ઞાનાદિ ઉત્પાની અપેક્ષાએ સક્રિય છે.
જેમ જેમ રાગદ્વેષના પરિણામની ક્ષીણતા થતી જાય છે અને સમ્યગ જ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ આત્માની સ્યાદાદજ્ઞાનદૃષ્ટિની વિશાલતા થતી જાય છે, અને પહેલાં સંકુચિતએકાંતદષ્ટિથી કરેલા વિચારોમાં થએલી ભૂલ માલુમ પડે છે. જગતમાં ચાલતા સર્વધર્મપન્થોમાં રાગદ્વેષની મન્દતાએ, મધ્યસ્થતાએ અને અનેકાન્તદષ્ટિથી દેખવામાં આવે તો સત્યના પ્રદેશની નજીકમાં ગમન થઈ શકે છે. એમ જૈનસ્યાદાદદષ્ટિ દર્શાવી શકે છે. કધ, માન, માયા, લોભ, ઈર્ષા, નિન્દા, દેશદષ્ટિ વગેરે દે જેમ જેમ વિશેષ ટળે છે અને જેમ જેમ સ્વાદાદજ્ઞાનની વૃદ્ધિ કરવામાં આવે છે તેમ તેમ દુનિયાના ચાલતા ધર્મપન્થોમાંથી અનેકાન્તરષ્ટિથી સાપેક્ષનયવાદયોગે સત્યના અંશે ગ્રહણ કરી શકાય છે. રાગદ્વેષની પરિક્ષીણતા જેમ જેમ થતી જાય છે તેમ તેમ આત્મજ્ઞાનનાં આવરણો ટળતાં જાય છે અને જૈન ધર્મમાં પડેલા ગચ્છમતભેદમાંથી મધ્યસ્થદષ્ટિથી ઉપાદેયરૂપ સારભાગ અપેક્ષાએ ખેંચી શકાય છે. વસ્તુતઃ રાગદ્વેષરહિત આત્માનું સ્વરૂપ છે તેથી રાગદ્વેષરહિત અવસ્થામાં આત્માના શુદ્ધધર્મને અનુભવ થાય છે. રાગદ્વેષના પરિણામરહિત અવસ્થામાં આત્માનો ધમ જે અવલોકાય છે તે ખરેખર ધર્મ છે એમ અવધીને આત્માની રાગદ્વેષરહિત અવસ્થા કરવા માટે દરરોજ ઉપશમાદિ ભાવને સેવવાની જરૂર છે. કોઈપણ બાબતમાં રાગદ્વેષ ન પ્રગટે એવો શુદ્ધ પયોગ રાખવા અભ્યાસ કરવો. શુદ્ધ નિશ્ચયનયદષ્ટિના ઉપગમાં રહીને આત્મધર્મમાં તલ્લીન થવાથી રાગદ્વેષના ઉછાળા સ્વયમેવ શમી જાય છે અને ઉપશમભાવ અનાયાસે પ્રગટે છે. શુદ્ધ નિશ્રયદષ્ટિથી આત્મામાં રમણુતા કરતાં ક્ષણે ક્ષણે કર્મની અનન્તગણુ નિર્જરા થાય છે, અને આત્માના અનુભવ સંબંધી નો પ્રકાશ પડે છે તેની સાક્ષી આભામાં પ્રગટે સહજાનન્દ આપી શકે છે. એવો અમુકાશે જાતિ અનુભવ ખ્યાલ આપી શકે છે. રામદેવની મન્દતાએ અમુકાશે ઉત્પન્ન થએલો સમભાવ ખરેખર સ્વાહાદશૈલીએ અનેકાન્ત અધ્યવસાયો પ્રગટાવે છે, દરેક વસ્તુના સભ્યધર્મને યોની અપેક્ષાએ થતાં
70
For Private And Personal Use Only