________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫પર
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે. ------------------------- अक्रियावादी कृष्णपक्षीयो, शुकलपक्षीयो क्रियावादी रे -ध्यान.
વિશસ્થાનકની પૂજા-કિયા, અ#િાવાદી કણ કહેવાય. જે દર્શનવાળા આત્માને અક્રિય માને છે, અને કહે છે કે આત્મા પુણ્યપાપની ક્રિયાથી રહિત અક્રિય છે. રાગદ્વેષની ક્રિયા આત્મા કરતો નથી. આત્મા કદિ કર્મથી બંધાતું નથી તેથી આત્મા અનાદિથી અબંધ છે. અનાદિ કાલથી કર્મરૂપ ક્રિયાથી રહિત આત્મા છે એમ જે પાદી માને છે, તે વાદી કૃષ્ણપાક્ષિક ગણું શકાય છે. જે દર્શનીઓ અનાદિ કાળથી રાગદ્વેષના પરિણમયેગે આત્મા કર્મબંધની ક્રિયા કરે છે, અને તેનું ફલ આત્મા ભગવે છે, રાગાદિ પરિણામની ક્રિયાને કર્તા આત્મા છે, રાગાદિ પરિણામ યોગે કર્મબંધનની ક્રિયા આત્મા કરે છે, અને આત્મા પિતાના શુદ્ધ પરિણામે નિજગુણની ક્રિયા કરે છે એમ જે માને છે તે શુકલપાક્ષિક ગણાય છે. કૃષ્ણપાક્ષિક જીવ કૃષ્ણપક્ષના અંધારાની પેઠે અજ્ઞાનરૂપ અંધારાથી ઘેરાયેલો હોય છે, અને શુકલપાક્ષિક જીવ શુકલ પક્ષના અજવાળાની પેઠે સમ્યગ જ્ઞાનરૂપ અજવાળાથી પ્રકાશિત થએલું હોય છે. અક્રિયાવાદી આત્માને અનાદિકાલથી કર્મરૂપ ક્રિયાથી રહિત માને છે તેથી તેના મત પ્રમાણે આત્મા કઈ પણ ક્રિયાથી બંધાતું નથી. અનાદિ કાળથી આત્મા અક્રિય મુક્ત છે. આવો તેને સિદ્ધાંત હોવાથી તેના મત પ્રમાણે પુણ્ય, પાપ, બંધ, મોક્ષ વગેરેની સિદ્ધિ થતી નથી. તેથી તેના મતને અવલેતાં ધર્મ, તપ, જપ, ધ્યાન, જ્ઞાન, દયા, સત્ય, બ્રહ્મચર્ય, મુકિત વગેરેની સિદ્ધિ થતી નથી. અર્થાત્ તેના પ્રમાણે જોતાં પુણ્ય, પાપ, બંધ, મોક્ષ, દયા, સત્ય, બ્રહ્મચર્ય વગેરે ઉડી જાય છે માટે અદિયાવાદી અજ્ઞાની હેવાથી કૃષ્ણપાક્ષિક ગણાય છે, અને ક્રિયાવાદી આત્માને કર્મને બંધ માને છે તેથી બંધ, મેક્ષ, પુણ્ય, પાપ, દયા, સત્ય, તપ, જપ, ધ્યાન, જ્ઞાન, બ્રહ્મચર્ય વગેરેની સિદ્ધિ થાય છે. કિયાવાદીનું આવા પ્રકારનું જ્ઞાન હોવાથી તે શુકલપાક્ષિક ગણાય છે, અને તેની સત્ય માન્યતા હોવાથી તે અનીતિ, પાપ, દુગુણેથી પાછા હઠી શકે છે, અને જ્ઞાનાદિ સદ્ગુણ પ્રાપ્ત કરવા સદાચારે, નીતિ માર્ગનુસારિના ગુણે તરફ રૂચિ ધરાવે છે. આ પ્રમાણે આત્મામાં ક્રિયા અને અક્રિયાવાદ સંબંધી સ્વરૂપ સમજવું. ગાડરીયા પ્રવાહની પેઠે અન્ધશ્રધ્ધાથી અજ્ઞાની ક્રિયા કરે છે, તે ક્રિયાને જ્ઞાની ન કરે તેથી તે અક્તિવાદી ગણાય નહિ. કારણ કે તેની ક્રિયાવાદની માન્યતા છે. આત્મા મુક્ત થયા બાદ રાગાદિ ક્રિયાથી રહિત થએલો હોવાથી સિદ્ધની અપેક્ષાએ
For Private And Personal Use Only