________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૦
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
આત્માના અસંખ્યાત પ્રદેશોમાં સર્વ પ્રકારના ચમત્કારે ભર્યા છે. દેવમાં, દેવીઓમાં રાજામાં, પ્રજામાં ગીઓમાં, જે ચમત્કારે માલુમ પડે છે તેનું મૂળ સ્થાન ખરેખર દરેકમાં રહેલા આત્માના અસંખ્યાત પ્રદેશે છે. સર્વ પ્રકારની જ્ઞાનાદિ શક્તિ ખરેખર આત્માના અસખ્યાત પ્રદેશમાં સમાય છે. ધર્મને ઓળખાવનારી જ્ઞાનશક્તિ ખરેખર આત્મામાં છે. મન, વચન, અને આત્માને શુદ્ધ ધર્મ છે અને તે કમને નાશ થતાં સત્તારૂપે રહેલો છે તે વ્યક્તિરૂપે પ્રગટ થાય છે. આત્માના અસંખ્યપ્રદેશેમાં રહેલા શુદ્ધ ધમને ચહાતાં તેની પ્રગટતા થાય છે અને એશુદ્ધતા ટળી જાય છે. આત્માને શુદ્ધ ધર્મ પ્રગટ કર એજ શ્રીવીરપ્રભુને ઉપદેશ છે. શ્રીવીરપ્રભુના ઉપદેશનો સાર એ છે કે આત્માને શુદ્ધધર્મ પ્રગટ કર. આત્માના અસંખ્યાત પ્રદેશમાં ધર્મ છે એમ જાણીને અને તેને નિશ્ચય કરીને પર પદ્ગલિક વસ્તુઓને ફક્ત હેયરૂપે જાણીને આદયિક ભાવે તેના પ્રસંગમાં આવતાં છતાં અત્તરથી નિર્લેપ રહેવાની જરૂર છે. બાહ્ય દૃશ્ય પદાર્થો ક્ષણભંગુર છે, તેમાં જેટલો પ્રતિબંધ તેટલું જ આત્માના શુદ્ધધર્મની પ્રાપ્તિમાં વિન છે. આત્માના શુદ્ધધર્મપ્રતિ શુદ્ધપ્રેમ ધારણ કરવો એજ મેક્ષને ઉપાય છે. પ્રદર્શનનું જ્ઞાને પણ આત્માના અસંખ્યાત પ્રદેશોમાં રહે છે. અનેક દર્શનની માન્યતાના ભેદ પણ આત્માનું સમ્યગજ્ઞાન થતાં તેમાં સમાઈ જાય છે. દેવતા અને દેવીઓની ઉપાસના કરવાથી જે મળી શકતું નથી તે પોતાના આત્માના અસં. ખ્યાત પ્રદેશમાં રહેલા ધર્મની ઉપાસના કરવાથી મળે છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાં અસ્તિ અને નાસ્તિની અપેક્ષાએ આખી દુનિયાનો સમાવેશ થાય છે. આત્માના શુદ્ધધર્મની ઉપાસના કરવાથી સર્વ પ્રકારની ઉપાસનાને અન્ત આવે છે. આત્માને આત્મરૂપ થઈને દેખો અને પશ્ચાત સર્વ પ્રાણીઓ તરફ દેખે.
આત્માના અસંખ્ય પ્રદેશની સાથે ક્ષીરનીરની પેઠે સંસારમાં કમને સં. બંધ થયો છે. કર્મને નાશ થતાં અસંખ્યાત પ્રદેશરૂપ આત્મવ્યક્તિ નિર્મલ થાય છે. આવી આત્માની દશા અનુભવવા યોગ્ય છે. અસંખ્ય પ્રદેશોનું સ્વરૂપ અનુભવ્યા વિના તેની પ્રતીતિ થતી નથી. આત્માના અસંખ્ય પ્રદેશમાં જ્ઞાનાદિ અનંત ઋદ્ધિ રહી છે. રાગદ્વેષના ગે પુલની સાથે આભા પરિણમે છે, અને તેથી પિતાના આત્મપ્રદેશની સાથે કર્મને પરિણુમાવે છે. રાગ;
For Private And Personal Use Only