________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૫૪૪ མ་འཆརབཀཆགས་ཀའཆའབའམའབ་བ་བཀའགས་འབཀའགག འའའའའགད་ཀཀཀཀཀཀཀཀཀའགལ་
અસખ્યપ્રદેશવાળી આત્મવ્યક્તિને મનુષ્ય શરીરભેદે બ્રહ્મા, વિષણુ, મહેશ્વર, જગન્નાથ, ઈશુ, મહમદ, બુદ્ધ, વગેરે નામોથી બોલાવે છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાં જ્ઞાનાદિ અનંતધર્મ અને પરદ્રવ્યને અનન્ત નાસ્તિધર્મ રહ્યા છે. અસંખ્ય પ્રદેશવાળી આત્મવ્યક્તિો જગતમાં અનન્ત છે. અસંખ્યપ્રદેશવાળી આત્મવ્યક્તિના જ્ઞાનાદિ ધર્મને પ્રગટ કરવામાં શ્વેતાંબરે અને દિગંબરને આત્માભિમુખત્તિ કરવાની જરૂર છે. ત્યાં પરસ્પર એક બીજાપર કલેશભાવનાની વૃત્તિ શા માટે રાખવી? અસંખ્ય પ્રદેશવાળી આત્મવ્યક્તિના શુદ્ધધમ પ્રતિ શુદ્ધોપગથી અવલોકવું એ આન્તરિકષ્ટિનો ધર્મ છે. દેશકાલથી અમુક હેતુઓ અપેક્ષાવાળી દષ્ટિના બાહ્યક્રિયાચારના ભેદની પરંપરા વધવા લાગી અને તે હાલ દેખાય છે, છતાં એ સર્વને મૂળ ઉદ્દેશ તે અસંખ્ય પ્રદેશવાળા એવા આત્માની શુદ્ધતા કરવી, એ મુખ્ય દૃષ્ટિ જે સર્વને માન્ય છે તે સામાન્ય અપ્રાસંગિક નિરર્થક બહુ હાનિ અને સમાજની અવનતિ કરનાર એવી ક્રિયાભેદની ભિન્ન ભિન્ન માન્યતાઓમાં મુક્તિની મુખ્યતા માની લઈ પરસ્પર એક બીજાના આત્માને ભિન્નધમ માનીને વાતમાનિક લાભ અને આત્મહિત તથા સંઘોન્નતિને કઈ રીતે ભૂલવી ન જોઈએ. વ્યવહારના અનેક ભેદો અને તેના ભેદને અવલંબીને પણ આત્માના અસંખ્ય પ્રદેશમાં રહેલા જ્ઞાનાદિ અનંત ધર્મોને પ્રગટ કરવાને મુખ્ય હેતુ છે. વ્યવહારના અનેક નિમિત્ત હેતુઓ ભિન્ન હોવા છતાં ભિન્ન ભિન્ન જીવોને અધિકાર પરત્વે ભિન્ન ભિન્નપણે દ્રવ્યાદિકથી હોવા છતાં પણ રાગની ક્ષીણતા કરાવનારા અને પ્રભુની આજ્ઞા સન્મુખ કરાવનારા તથા આત્માના શુદ્ધધર્મને પ્રગટ કરાવવામાં હેતુભૂત થતા હોય તે ભિન્ન ભિન્ન વ્યવહારના ભિન્ન ભિન્ન બાહ્ય નિમિત્ત ભેદોની નિરપેક્ષતાએ સાધ્યદષ્ટિથી દૂર રહી નિમિત્તહેતુઓના વ્યવહારકલહમાંજ દષ્ટિ દે સ્વપર આત્માની અવનતિમાં જીવન વ્યતીત કરવું એ કોઈ રીતે યોગ્ય નથી. જે જે અંશે આત્માની શુદ્ધતા કરવા અને રાગદ્વેષની ક્ષીણતા કરવા ગમે તે ફિરકાના મનુષ્યથી પ્રયત્ન થતું હોય તે પિતાના શુદ્ધધર્મની રમણતાને ભૂલીને તેના તરફ મતભેદ, કલહદૃષ્ટિથી અવલોકવું એ શુદ્ધપગથી ભ્રષ્ટ થવા જેવું છે. પોતાના આત્માના અસંખ્ય પ્રદેશમાં રહેલ જ્ઞાનાદિ ધર્મ છે તેને પ્રગટાવવા ઉપાદાન અને નિમિત્ત હેતુએ પ્રયત્ન કરે. આત્માના અસં. ખ્યાત પ્રદેશમાં રહેલા જ્ઞાનાદિ શુદ્ધધર્મમાં કદાગ્રહ, ષ, લડાઈ, ટંટા નથી.
For Private And Personal Use Only