________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૮
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
પરિણાવીને આત્મામાં જ સુખનિધિ પ્રગટાવી શકાય છે. આત્માના અસંખ્ય પ્રદેશમાં આમધર્મને પૂર્ણ નિશ્ચય થયા પછી અન્તર્દષ્ટિથી દેખતાં બાહ્યદૃષ્ટિથી દેખેલું નજીવું અને સાર વિનાનું માલુમ પડે છે. આત્માના શુદ્ધ ધર્મને શુદ્ધપયોગ થવાથી અનન્તભવમાં કરેલાં ઘેર પાપથી આત્મા છૂટે છે; અને સર્વ પ્રકારની દુઃખવૃત્તિથી મુક્ત થાય છે. હું અને મારું એ શબ્દ પણ વસ્તુતઃ જ્યાં નથી એવા શુદ્ધપગે આત્મા ધ્યાવવા ગ્ય છે. સલ્લુરૂ કૃપાએ તેની યથાશક્તિ ઉપાસના કરવાથી નિવૃત્તિના ઘરનો ઉપયોગ થાય છે.
જ્ઞાની અને અજ્ઞાનીને દેહ વ્યવહાર જીવનપર્યત સદા પ્રારબ્ધને અનુસરે છે, જ્ઞાનીને બાહ્ય વ્યવહાર આસક્તિવિનાને અને અજ્ઞાનીને આસક્તિપૂર્વક વ્યવહાર હોય છે.
સરોવરમાં પહેલા સૂર્યના પ્રતિબિંબની પેઠે જ્ઞાનીના વ્યવહારમાં ચાલતા જેવામાં આવે છે, અને આત્મામાં અચલતા હોય છે.
આત્માના અસંખ્ય પ્રદેશમાં રહેલા જ્ઞાનાદિ શુદ્ધધર્મમાં નર, નારી વા નાન્યતરપણું નથી. આત્માના અસંખ્યાત પ્રદેશોમાં રહેલા શુદ્ધધર્મમાં બાહ્યથી મનાતું એવું વેતાંબરત્વ, દિગમ્બરત્વ, હિંદુત્વ, પ્રીસ્તિત્વ અને મુસલમાનપણું નથી. આત્માના અસંખ્ય પ્રદેશમાં રહેલા જ્ઞાનાદિ અનન્ત શુદ્ધધર્મોમાં ચેરાશગની ભિન્ન માન્યતાઓની ખટપટ નથી. આત્માના અસંખ્ય પ્રદેશમાં રહેલા વાસ્તવિક જ્ઞાનાદિ ધર્મમાં નાતજાત વગેરેની ખટપટ નથી. આત્માના અસંખ્યાત પ્રદેશમાં રહેલા જ્ઞાનાદિ શુદ્ધધર્મમાં રાગાદિની કલુષતા નથી, એવું આત્માનું શુદ્ધસ્વરૂપ ધ્યાવવા યોગ્ય છે. શુદ્ધનિશ્ચય નયની દૃષ્ટિએ આત્માને શુદ્ધધર્મ પ્રાપ્ત કરવા લાયક છે. આત્માના શુદ્ધધર્મના ઉપયોગમાં પ્રભાવની ખટપટ નથી, એવું જાણું તેમાં રમણુતા કરવાની
ઝ
For Private And Personal Use Only