________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત
૧૮ ની સાલના વિચારે.
પ૪૫
લોક, વ્યવહાર ઇત્યાદિ સર્વથી મારે આત્મા વસ્તુતઃ ન્યારે છે, દુનિયાના અન્ય કોઈ પદાર્થની મારે સ્પૃહા નથી. મારા આત્મામાં શુદ્ધધર્મના શુદ્ધપગમાં રહેવું અને શુદ્ધપાગવડે આત્મધર્મ પ્રગટાવવો એજ મારો સત્ય ધમ છે.
હે ચેતન ! જે જે સાનુકુલ વા પ્રતિકૂલ સંયોગોમાં તું મૂકાય છે તે સવળી પરિણતિથી વિચારે તે હાર શ્રેય માટે છે. પોતાના શુદ્ધસ્વરૂપના ધ્યાનમાં મસ્ત થવાથી સાનુકૂલ અને પ્રતિકૂલનો વ્યવહારબુદ્ધિભેદ ટળે છે અને આત્માના અસંખ્ય પ્રદેશોમાં રહેલા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર ધર્મમાં રમણતા લાગે છે. પોતાના અસંખ્યાત પ્રદેશ રૂ૫ સૃષ્ટિની લીલામાં હેને આ નદ જે ખરેખર પડે છે તો હવે બાહ્યરુષ્ટિનાં સ્થૂલ દામાં અને શબ્દો વગેરેમાં રાચવું જોઈએ નહિ. કર્મના યોગે બાહ્ય પદાર્થોના સંબંધે તે અન્તર સુષ્ટિમાં રમતાં છતાં પણ થવાના, તેથી બાહ્ય પદાર્થોના યોગે શાતા અને અને શાતા વેદાવવાની, તેથી ત્યારે બાહ્ય દશ્ય પદાર્થોના સંબંધ રાગ દેવને પરિણામ કરવો નહિ એજ ખાસ લક્ષ રાખવાનું છે. બાહ્ય પદાર્થોને દેખીને વૃત્તિ દ્વારા આત્મામાં અહેમમત્વતા ન પડે એવી રીતે આતરિક સૃષ્ટિમાં રમણતા કરવી જોઈએ. દયિકભાવની દૃષ્ટિવડે બાહ્યમાં સંકલ્પ વિકલ્પની કુરણ ઉઠે છે, અને તેથી આત્માના સમતા રૂપે સરોવરમાં ચપલતા રૂપ તરંગેની હાસંહાલા થાય છે, માટે દયિક ભાવની દૃષ્ટિ ટાળવા, આત્મામાં આત્મ સ્વભાવની શુભદષ્ટિવડે દરરોજ શુદ્ધપ્રેમથી રમણતા કરવી એગ્ય છે. જેટલા જેટલા અંશે આત્માના અસંખ્યાત પ્રદેશમાં રહેલા ધર્મોમાં દૃષ્ટિ દઈને રમણતા થાય છે, તેટલા અંશે પદ્ગલિકસૃષ્ટિથી મુક્ત થવાય છે. હે ચેતન ! તારી સામા થનારા લોકો હને અન્તરની સૃષ્ટિનું સુખ લેવા પ્રયત્ન કરાવીને મદદકાર બને છે. અનાદિકાલથી દુનિયામાં બંધાઈ ગયેલી વૃત્તિને આત્મામાં જોડવી અને બાહ્ય સૃષ્ટિના સંબંધોની કલ્પનાથી મુક્ત થવા વિચાર કરવો અને તત્સંબંધી પ્રવૃત્તિ કરવી એ આત્મજ્ઞાનની દષ્ટિ વિના બની શકે નહિ. આવી આત્મજ્ઞાનની દષ્ટિ પામ્યા બાદ અને આત્માના અસંખ્ય પ્રદેશ રૂ૫ દિવ્ય અલૈકિક સૃષ્ટિમાં પ્રવેશ કરવાનો અધિકાર પામ્યા બાદ કમના વિપાકે ભેગ ભોગવતાં નાશ થાય છે અને નવીન કર્મ બંધ બંધાતું નથી, હારા સહજ
69
For Private And Personal Use Only