________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૨.
સંવત ૧૮૬૦ ની સાલના વિચારો.
SAMA
ગુરૂ વિષય
શ્રી સરૂના હૃદયને આશય સમજ્યા વિના શ્રી ગુરૂના કાર્યોથી વિમુખ રહેવું, વા તેમની આજ્ઞા ન ઉઠાવવી એ મહાપાપ છે. શ્રીસદ્દગુરૂની આજ્ઞા એજ ધર્મ છે.
અસંખ્ય પાપકર્મો ટાળવાને મુખ્ય ઉપાય શ્રીસશુરૂના ઉપર થતી શુદ્ધપ્રેમલક્ષણા ભક્તિ છે. જે શ્રીસરૂની ભકિત હૃદયમાં છે તે કાલને ભય છેજ નહિ.
જે ગુરૂને પિતાને આત્મા સેંપવામાં આવ્યો છે તે અનાસ્થા, સ્વાર્થ, મમત્વ વગેરે રહે જ નહીં.
પડતાને પાટુ મારતાં મહેનત પડતી નથી પણ તેને પાછો ચડાવતાં મહેનત પડે છે. ચારિત્ર્યથી પડતાને સાહાટ્ય આપીને સ્થિર કરવામાં તથા જૈનદર્શનની શ્રદ્ધાથી ભ્રષ્ટ થનારને ઉપદેશ વગેરેથી દર્શનમાં સ્થિર કરવામાં જૈનનામની સાર્થકતા છે. જૈન એવું નામ ધરાવીને અહંવૃત્તિથી ફૂલીને અન્યના આત્માઓને નીચ ગણવા એ મહાપાપ છે.
શિષ્ય થઈને ગુરૂની ભક્તિમાં પ્રવેશ કરતાં ગુરૂની આજ્ઞા, આશા તરફ લક્ષ આપવું.
ગુરૂના હદયની સાથે હૃદય મળ્યા પછી જુદાઈ હેયજ નહીં.
નવીન અને જુના વિચારવાળાઓનું વિચાર ભેદ સંબંધી વિચાયુદ્ધ થયા વિના પ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સત્ય વિચારેની પરીક્ષા થતી નથી. નવીન અને જુના વિચારવાળાઓનું વિચારસંઘર્ષણ થવાથી તેમાંથી સત્યને પ્રકાશ પ્રગટે છે.
અન્યના ઉપર આળ મૂકવું એ પિતાના ઉપર આળ મૂકાવવાના માટે સમજવું. અન્યની નિન્દા કરવી એ પિતાની નિન્દા માટે છે.
કોઈની પણ નિન્દા કરવી એ હિંસા છે. કોઈની ઈર્ષ્યા કરવી એ હિંસા છે. કેઈના બુરાને વિચાર કરવો એ હિંસા છે. કોઈને હલકે પાડવા ઈચ્છા
For Private And Personal Use Only