________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૫૩૮
વૃદ્ધિ કરે છે. ગુરૂના હદયની સાથે એક રસને તાર સાંધવાથી ગુરૂના સંદિચારોને શિષ્ય પિતાના હૃદયમાં ઉતારવા સમર્થ થાય છે અને તેથી આચારોમાં પણ ગુરૂની સાથે એક સરખે બનતું જાય છે. ગુરૂની શ્રદ્ધા, ભક્તિ અને આત્મામાં જેટલી ખામી તેટલીજ મેક્ષની આરાધનામાં ન્યૂનતા અવધવી. ગુરૂઓ શિષ્યને શ્રદ્ધા-ભક્તિને ઉપદેશ આપે છે તેને વિપરીત દષ્ટિવાળા ભિન્ન અર્થ ગ્રહણ કરે છે અને જ્યારે શિષ્યની સવળી દષ્ટિ થાય છે ત્યારે ગુરના બોધ અને હિતશિક્ષાપર પૂર્ણ શ્રદ્ધા રહે છે.
આત્માની કેઈ નિન્દા હેલના કરે છે, તે તેથી આત્માને ગમતું નથી. તે ઉપરથી લાગે છે કે આત્મા પિતે નિન્દા-હેલના વગેરેથી ભિન્ન છે. અને તે તેને ધર્મ નથી. આત્માને કેઈ નીચ કહે છે તે આત્માને રુચતું નથી. તેથી એમ લાગે છે કે નીચપણું એ આત્માને ધર્મ નથી. આત્માને કઇ પામર કહે છે તે તેથી આત્માને અરૂચિ થાય છે તેથી જણાય છે કે પામરપણું એ આત્માને ધર્મ નથી. આત્માને કોઈ પાખંડી કહે છે તે આત્માને છેટું લાગે છે તેથી અવબોધાય છે કે પાખંડથી આત્મા ભિન્ન છે. આત્માને કેઈ અજ્ઞાની કળે છે તે આત્માને ખરાબ લાગે છે તેથી સમજાય છે કે અજ્ઞાન એ આત્માને મૂળ ધર્મ નથી. આત્મા પર ગમે તે દેશને આરોપ કરવામાં આવે છે તો તેથી આત્માને ખોટું લાગે છે. તે ઉપરથી સમજવાનું કે જેટલા દોષે છે તેનાથી આત્મા ભિન્ન છે.
આત્માને કોઈ ગુણ લેઈને આત્માને ગુણી કહેવામાં આવે છે તે આત્મા તેથી આનન્દ પામે છે તે ઉપરથી સમજાય છે કે આત્માના ગુણ આત્માને રૂચે છે. આત્માને કોઇ પ્રભુ કયે છે તે તેથી આત્મા ખુશ થાય છે આ ઉપરથી અવધાય છે કે આત્મામાં પ્રભુતા રહેલી છે. આત્માને કઈ જ્ઞાની કથે છે તે તેથી આમા ખુશ થાય છે તેથી સમય છે કે જ્ઞાન એ આત્માને ગુણ છે. આત્માને કઈ વીર્યવંત કહે છે તે આભામાં આનન્દ ઉપજે છે તે ઉપરથી સમજાય છે કે વીર્ય એ આત્માનો ગુણું છે આત્માને કોઈ ઉચ્ચ કથે છે તે તેથી આત્મા પદ પામે છે તેથી સમજવાનું કે ઉચ્ચપણું એ આત્માને ધર્મ છે. આત્માને સદ્દગુણ પ્રતિ રૂચિ થાય છે;
For Private And Personal Use Only