________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૮
સંવત ૧૮૮ ની સાલના વિચારે.
રસને સ્વાદ અનુભવી શકે, ધર્માનુષ્ઠાના ઉદેશોનું સંરક્ષણ કરવું અને તેને ફેલાવો કરવો અને તેની ઉપયોગિતા હેતુઓ પૂર્વક સિદ્ધ કરી બતાવવી એ સાધુઓનું કર્તવ્ય છે. જે સાધુઓ ધાર્મિક ક્રિયાઓને સમ્યમ્ સમજી તેનું અવલંબન કરે છે અને પોતાના આત્માની ઉચ્ચ દશા કરવા વ્યવહાર અને નિશ્ચયથી તેમજ ઉત્સર્ગ અને અપવાદથી વ્યવહરે છે તે માલની આરાધના કરે છે.
ગુરૂ શિષ્ય. શ્રી ગુરૂની શ્રદ્ધા વિનાને મનુષ્ય પોતાના આત્માને સ્વચ્છદતાના ખાડામાં નાખીને અધોગતિમાં પ્રવેશ કરે છે. ગુરૂ વિના ઘણી બાબતમાં મનુષ્ય ભૂલ કરે છે. પંચમહાવ્રતધારી અને બેધિદાયક સશુરૂ પ્રતિ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ ન્યૂન થવાથી તે મનુષ્ય આગળને ધર્મમાગ ખુલ્લે કરી શકતે નથી. પંચમહાવ્રતધારી અને સમ્યકત્વદાયક સદ્ગુરૂની આજ્ઞા વિના પિતાની સ્વરછતાએ ગમે તેવો ધર્મ સંબંધી વિચાર કરનાર મનુષ્ય પોતાના ધર્મમાર્ગમાં ગમન કરતાં ઘણું ભૂલ કરે છે. ગુરૂની આજ્ઞા, સેવા, ભક્તિ અને ગુરૂનાં પાસાં સેવ્યા વિના મનુષ્ય પોતાના આત્માને સુધારવા સમર્થ થતો નથી. ગુરૂ પ્રતિ પૂજ્યતા અને શ્રદ્ધા ન્યૂન થવાથી તથા વિપરીત દૃષ્ટિ થવાથી ગુરૂના ઉપદેશમાં દેષો દેખાય એ સ્વાભાવિક બનવા યોગ્ય છે. સમકિત દાયક પચમહાવ્રતધારી ગુરૂનાપર જે શિષ્યની પૂર્ણ શ્રદ્ધા અને પૂજ્યબુદ્ધિ નથી હતી તે ગુરૂની શિખામણેમાં શિષ્યને દોષબુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેથી ગુરૂની આજ્ઞામાં બંધાઈને તે આત્મન્નતિક્રમમાં આગળ વધી શકતો નથી. શ્રદ્ધા પૂજ્યબુદ્ધિ, શુદ્ધોમ, ભક્તિ વગેરે ગુણે વિના ગુરૂના હૃદયમાં પ્રવેશ થઈ શકતો નથી અને ગુરૂના આત્માને પ્રકાશ દેખી શકાતું નથી. ગુરૂની શ્રદ્ધા-ભક્તિ વિના શિષ્ય પિતાની ભૂલ સમજવા શક્તિમાન થતું નથી. સમકિતદાયક પંચમહાવ્રતધારક સદગુરૂના શિષ્ય બનવું એ મહા દુર્લભ કાર્ય છે. દિચારરૂ૫ અમૃતને પ્રવાહ લે હોય તે શિષ્ય પોતાના ગુરૂ પ્રતિ સદા પૂજ્યબુદ્ધિ અને ભક્તિભાવ ધારણ કરવું જોઈએ. ગુરૂના વિચારને શિખ્ય પ્રથમ પિતાના હૃદયમાં ઉતારે છે અને પશ્ચાત પિતાને સદાચારની
For Private And Personal Use Only