________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮, ૮ ની સાલના વિચારે.
૫૩૭
કરે તે તેમનું કલ્યાણ તુર્ત થાય. હે પ્રભો ! હારા ઉપર મહારે પૂર્ણ પ્રેમ જામે અને તે વડે આગળનો અનન્ત શક્તિ ખીલવવાને ભાગ ખુલ્લે થાઓ. હે વીતરાગ દેવ! તારા ઉપર થનાર પ્રેમ છે તારા પ્રતિનિધિત્વની. ગરજ સારે છે કારણ કે હારા ઉપર થનાર શુદ્ધ પ્રેમ તેજ હારી પ્રાપ્તિની સાક્ષી પૂરે છે.
હે વીતરાગ પ્રભો ! હારા ઉપર ઉપજતે શુદ્ધ પ્રેમજ મને તારા સ્વરૂપની પ્રાપ્તિ માટે મેટું અવલંબન છે. પિતાના પર જેને વિશ્વાસ વા રાગ ન હોય તેને જે કંઈ હિતશિક્ષાને ઉપદેશ દેવામાં આવે છે તે ઉપદેશની તેના પર પ્રાયઃ સારી અસર થતી નથી. પિતાની પાસે આવનારાઓને પિતાના પર રાગ પ્રગટે અને પિતાના વિચારોથી શ્રદ્ધા થાય એવો ઉપાય પ્રથમ કર્તવ્ય છે.
વ્યવહારમાગમાં એકાન્ત ક્રિયારૂચિવાળા સાધુઓને મૂલ ક્રિયાઓના ઉદેશને સ્યાદાદરીતિએ જાણે અને દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પ્રમાણે અધિકારીપરત્વે ધર્મક્રિયાઓની ઉપયોગિતા ઉપદેશે તે તેઓ સામાન્ય આચરણુઓમાં પરસ્પર વિરૂદ્ધતાએ કલેશ કરવાના સગામાં ન આવી પડે. દરેક ક્રિયાઓના ઉદ્દેશને વિસ્તારપૂર્વક અવબોધવામાં આવે તે ઘણી બાબતોમાં ક્રિયાસંબધી થતે આગ્રહ છૂટી જાય. ક્રિયાઓના ઉદ્દેશો ધ્યાનમાં રાખીને રાગદ્વેષની મન્દતા થાય અને આત્માની ઉજજ્વલતા થાય એવી રીતે પ્રવર્તવાનું છે એમ લક્ષમાં રાખવું જોઈએ. નિમિત્ત કારણરૂપ ક્રિયાઓ વડે આત્માની ઉપાદાન શુદ્ધપરિણતિ પ્રગટાવવાની છે એમ સાધુઓ લક્ષ રાખીને વિચારે તે જૈનશાસનની ઉન્નતિમાં વિઘરૂપ થએલા કેટલાક કદાગ્રહને નાશ થાય. ગણધરેએ અને આચાર્યોએ ધમની ક્રિયાઓ શા માટે કહી છે અને તેથી પિતાના આત્માને કેવી રીતે લાભ થાય છે એને વિચાર કરીને પિતાના
અધિકાર પ્રમાણે ધાર્મિક ક્રિયાઓનું જ્ઞાન મેળવીને તે પ્રમાણે વર્તવાની ઉપયોગિતા અવબોધવાની આવશ્યકતા છે. ક્રિઓના ઉદ્દેશો તપાસવામાં. આવે તે માલુમ પડશે કે ધર્મની ક્રિયાઓ જગતને મેક્ષ તરફ વાળનારી છે, અને આત્માની શાંતિ અપનાવી છે. ધર્મની ક્રિયાઓમાં મતભેદે કલેશ ટંટા કરીને આત્માના અધ્યવસાયની શુદ્ધિમાં પોતાના હાથે વિઘ કરવું નહિ એમ ખાસ સાધુઓ ઉપગ રાખે તે પ્રીતિ-ભક્તિવડે ધર્માનુષ્ઠાને માં અમૃત
68
For Private And Personal Use Only