________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૫૩૫
તેથી આનન્દની ઘેન મુખના ચહેરા પર પણ આનન્દ ચિન્હો પ્રગટાવી શકે છે. જ્ઞાનગર્ભિત વેરાગીનું જીવન આનન્દની ઝાંખીવાળું હોય છે, તેના હૃદયમાં સરલતા, સ્વચ્છતા, નિર્ભયતા, સુજનતા અને શુદ્ધપ્રેમનાં ઝરણાં વહે છે; અને તેથી તેનું આન્તરિક હૃદય ઉચ્ચગુણોની ભૂમિકાભૂત બને છે. જ્ઞાની દુઃખના પ્રસંગમાં પણ દુઃખના વિચારોને હઠાવી વાસ્તવિક સુખની લહેરીને અનુભવ લે છે. જ્ઞાની દુઃખના વિચારને સુખના વિચારો રૂપે પરિણાવી દે છે, અને તેના અન્તરમાં સુખી જીવન વહે છે. આનન્દજીવન એજ જીવનાર આત્માનું લક્ષણ છે.
ગમે તેવી વિપત્તિ અને ઉપસર્ગોના પ્રસંગમાં સ્વાભાવિક આનન્દજીવનમાં વિક્ષોભ ન થાય એવા આતરિક વિચાર કરવા, અને આત્માના મૂળ આનન્દમાં અખંડ ઉપયોગ રાખવો. આત્માના આનન્દમાં લીન થવાને માટે પાંચે કન્દ્રિયો અને શરીર, નામ તથા બાહ્ય પદાર્થોના સંબંધમાં છતાં પણ તે સંબંધ છેજ નહિ, અને તે સંબંધને લઈ મનમાં કંઈ વિકલ્પ સંકલ્પ ઉઠે નહિ એવી આત્મભાવનામાં સ્થિર થઈ જવું. આત્માના આનન્દાદિ મૂળ ગુણમાં સ્થિર થઈને બાહ્ય કાર્યો કરતાં છતાં વા બાહ્ય સંબધોમાં અનેક પ્રકારે અધિકાર પરત્વે આવતાં છતાં મનમાં બાહ્યની અસર ન થાય એવી રીતે ઉપયોગની સતત ધારા વહેવરાવવાથી આત્માના અખંડાનન્દરૂપ જીવનને આન્તરિકદશાએ ભેગવી શકાય છે. જ્યાં વૃત્તિ વહે ત્યાં અખંડ ઉપગથી ગમે તેવા પ્રસંગોમાં આનન્દની વાસ્તવિક ધારણા કરવી. સહજાનની ધારણા રાખીને તેમજ આનન્દમય હું આત્મા છું એવો ઉપગ રાખીને બાહ્યના પ્રસંગોમાં વર્તવાથી આત્માના આનન્દની ઝાંખી જણાય છે. બાહ્યના ગમે તેવા પ્રસંગમાં હું આનન્દમય આત્મા વર્તુ અને વર્તીશ એવો દૃઢ નિશ્ચય કરે. અશાતાદનીયના પ્રસંગોમાં આત્મા પોતાના સહજાનન્દ સ્વરૂપભય છે એવા ઉપયોગથી દઢ નિશ્ચય ધારણ કરવો. આત્માના શુદ્ધાનન્દને ભગ એજ મારું ખરું જીવન છે અને એજ ખરું કર્તવ્ય છે એવો પૂર્ણ નિશ્ચય કરવો. આત્માને આનન્દ વેદવો એજ બાહ્ય જીવનનો પણ હેતુ છે એવો દૃઢ નિશ્ચય ધારણ કરીને બાહ્યથી વર્તતાં દુઃખના પ્રસંગે પણ સુખના
For Private And Personal Use Only