________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૪
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
અને તેથી સર્વત્ર આવ્યો પર શુદ્ધ પ્રેમને પ્રવાહ વહે છે. શરીરમાં રહેલા આત્માઓ પર પ્રેમ પ્રગટે છે. પ્રેમમાં વિશેષતઃ શુદ્ધતા ભાસે છે. આત્મામાં શુદ્ધપ્રેમને પ્રવાહ પ્રગટે છે અને તેથી આત્મા રૂપ ધેયમાં ધ્યાનથી રંગાવાનું થાય છે. આત્માના શુદ્ધધર્મને પ્રેમ હવે એકતાનતા, એકલીનતા અને શુદ્ધધમ રંગતાને જમાવે છે. આત્માની ધ્યાનદશાના ઉથાનકાલમાં જે અનુભવ પ્રગટે છે તે લખે લખી શકાય તેમ નથી. મુંગાએ ગોળ ખાધે તેનું વર્ણન તે શી રીતે કરી શકે ? એવી દશા અનુભવાય છે. જે જ્ઞાની આત્માને શુદ્ધસ્વરૂપમાં ધ્યાનથી તલ્લીન થાય છે તે આ પ્રમાણે ઉદ્ગાર કાઢે છે.
શરીરના આછાદનમાં રહેલા આત્માપર વસ્તુતઃ જ્ઞાનીને પ્રેમ પ્રગટે છે, તેથી ઉપચારે શરીર સંબંધે પ્રેમ પ્રગટયો કહેવાય છે. શરીરમાં આત્મા નથી હેતે વા શરીરમાં રહેલ આત્મા દુશ્મન બને છે તે તેના શરીર પર પ્રેમ થતો નથી, તે ઉપરથી સિદ્ધ થાય છે કે શરીરમાં રહેલા આત્માના ચગે પ્રેમ પ્રગટે છે તેથી આત્માની પેઠે શરીર પણ પ્રેમથી પૂજાય છે-સ્તવાય છે.
x
x
x
x
ખાવાને માટે આ દુનિયામાં જીવવાનું નથી પણ આનન્દ માટે જીવવાનું છે. આનન્દમય જીવન ગાળવા માટે શ્વાસોશ્વાસ લેવાની જરૂર છે. શેક અને ચિન્તાના પ્રવાસથી મૃત્યુ છે, ઉદાસીનતાથી દુ:ખ થાય છે અને દુઃખ એ આત્માના સ્વભાવથી વિરૂદ્ધ હોવાથી મૃત્યુ સમાન છે. આનન્દ એજ આત્માનું લક્ષણ છે, આનન્દથી શ્વાસ ચાલે છે ત્યારે આત્મા પિતાના ધર્મને ધારણ કરે છે, એમ અવધવું. વાતવેદનીયજન્ય આનન્દથી ભિન્ન એવો વાસ્તવિક આનન્દ તેજ વસ્તુતઃ આનન્દ છે, અને તે આનન્દરૂપ આત્મા છે. વાસ્તવિક આનન્દની લહેર જ્યાં વહે છે ત્યાં આત્મા જાગૃતદશામાં છે, એમ અવબોધવું. આત્માના સ્વાભાવિક આનન્દના ભાગથી આત્મા પિતાનું સ્વરૂપ જાણી શકે છે, અને તેથી તે અન્ય પદાર્થોથી નિવૃત્ત થઈને પિતાના શુદ્ધાનન્દસ્વરૂપમાં અખંડ ઉપયોગથી રમ્યા કરે છે. આન
નું જીવન અનવધિ છે, આનન્દનું જીવન એ પિતાનું જીવન છે અને દુઃખ શોક વગેરેનું જીવન તે પોતાના વાસ્તવિક વિશુદ્ધજીવનથી પ્રતિકુલ જીવન છે. શુદ્ધ જ્ઞાનની સાથે વાસ્તવિક આનદને અનુભવ આવે છે અને
For Private And Personal Use Only