________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૫૩૩
ટાળવા અને આત્માના શુદ્ધધર્મમાં પરિણમવું એ મારે ધર્મ છે, એ પ્રમાણે દુનિયાના સર્વ જીવોમાં શુદ્ધજ્ઞાનદર્શનાદિ ધર્મો રહ્યા છે તેમાં તેઓ પરિણામ પામે એવો શુદ્ધ ધર્મનો ઉપદેશ દે એ મારું કર્તવ્ય છે. મારો જે શુદ્ધ ધર્મ પિતાના આત્મામાં રહ્યો છે તેવો સર્વ જીવોમાં રહ્યા છે એવી પ્રતીતિ અને અનુભવ એજ સમત્વ છે, એવો ધર્મ સર્વ જીવોને સમજાવવા પ્રયત્ન કરવા ઈચ્છા રાખું છું. કારણ કે સર્વ જીવોમાં તેવો ધર્મ રહ્યો છે. રાગદ્વેષ રહિત સમભાવભાવે આત્મધ્યાનમાં રમણુતા કરવી એજ મારો સાધન ધર્મ છે. જે જે અંશે આત્માના ગુણો પ્રગટે તે ભારે આવિર્ભાવ ધર્મ છે.
નિન્દકથી ડરવું નહીં, નિન્દ ભલે હજાર; જે કરેશે તે ભગવે, નિન્દા પા૫ અપાર. પરને આળ ચડાવતાં, પરભવ તે થાય; કર્મ કર્યા તે આવતાં, જ્ઞાની સમતા પાય.
ષી ષ કરી ઘણે, બાંધે કર્મ અનન્ત; જ્ઞાની મન કરૂણા ઘણી, દ્વેષી પર પણ તંત. ઉગ્ર પાપ આ ભવિષે, ફળ આપે નિર્ધાર: સમતા ભાવે રહી સદી, આતમને તું તાર
દયાન,
ધ્યાનથી આત્માના શુદ્ધધર્મમાં તલ્લીન થવાય છે, ત્યારે આ દેખાતા જગતની ચળવળ બધી વિસ્મરણ થઈ જાય છે. આત્માના કેવળ શુદ્ધધર્મને ધ્યેયરૂપે ધારીને તેમાં તલ્લીન થવાથી આત્મિક ગુણોનો અનુભવ આવે છે, અને નિઃસંગશુદ્ધધ્યેયની એકતાનતાના સુખને અનુભવ આવે છે. આવી શુદ્ધધર્મધ્યેયની એકલીનતા વખતે જન્મ, મરણ, ભય વગેરે કંઈ જણાતું નથી. આવી દશાનું વારંવાર ધ્યાન કરીને સંસકાર પાડવા ઈચ્છું છું; કારણ કે તેથી કર્મના ઘણું ભારથી આત્મા હલ થાય છે, અને પરભવમાં મુક્તિની સર્વ સામગ્રી તુત મળે છે. દેવલોક વા ચક્રવતિના સુખ ભોગવવાની ઈચ્છા રહેતી નથી. આત્મા એજ પરમાત્મા છે એવી ભાવના વડે આત્મામાં ખરે પ્રેમ લાગે છે,
For Private And Personal Use Only