________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩ર.
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
એવી પદ્ધતિથી ઉપદેશ દેવામાં આવે. અને જૈન ધર્મના વાસ્તવિક આચારને અને વિચારોને, દુનિયા સરળતાથી સમજી શકે એવી ઢબથી દુનિયાની સર્વ ભાષામાં પુસ્તકો રચવામાં આવે છે જેનોની સંખ્યામાં વધારો થઈ શકે, અને શ્રીવીપ્રભુના ઉપદેશની સમ્યગ સેવા થઈ શકે, ધર્મ અંગીકાર કરનારા દુનિયાના દરેક મનુષ્યોને યોગ્ય સહાય આપવી તથા તેની સેવા ભકિત કરવી, એવી રીતનો પૂર્ણ ઉપદેશ આપવો તથા તેવી રીતનું રેગ્ય સુવ્યવસ્થિત બંધારણ રચવું, અને તે બંધારણ કાયમ રહે એવા પ્રસંગોપાત્ત ઉપાયો લીધા કરવાદુનિયાના ભિન્ન ભિન્ન દેશના ભિન્ન ભિન્ન વિચાર મનુષ્યોને તેમની શકનુસારે રૂચિને અનુસરે મોક્ષ માર્ગમાં આગળ ચઢવા ઉપયોગી થાય એવા જૈનધર્મથી અવિરૂદ્ધ નિયમને પ્રકાશવા. ધર્મના એવા કાયદાને માન આપનાર દરેક ધર્મબન્ધ બંધાયેલે છે એવી દઢ પ્રતિજ્ઞા ધારણ કરી આગળ વધવું અને વાર્ષિક મહાન ધર્મસંમેલન કરવું અને સુધારા વધારા કરી આગળ વધવું.
+
ભારે ધમ
જગતમાં રહેલા સર્વ પ્રાણીઓની દયા કરવી અને તેઓની રક્ષા કરવી એ મારે ધર્મ છે. જગતમાં સર્વ પ્રાણીઓને આત્મદષ્ટિથી દેખવા અને તે પ્રમાણે આચરણ કરવી એ મારે ધર્મ છે.
જગતમાં સર્વ જીવોમાં સત્તાએ પરમાત્મપણું રહેલું છે, તે સંગ્રહ - દષ્ટિથી દેખવું અને પોતાનામાં તેવું પરમાત્મત્વ તિભાવે રહ્યું છે, તેને પ્રગટાવવું એ ભારે ધર્મ છે.
દુનિયામાં રહેલા સર્વ આત્માઓ પૈકી હું પણ એક આત્મા છું. મારા આપનું પ્રિય જેવું મારાથી ઈચ્છાય છે અને કરાય છે તેવું સર્વાત્માઓ પ્રતિ છવું અને કરવું એ મારો ધર્મ છે. શ્રી સર્વજ્ઞ વીતરાગ દવે જેવો આત્માને શુદ્ધ ધર્મ ઉપદેશ્યો છે તેજ મારે અર્થાત આત્માને શુદ્ધધર્મ છે, એિવું જાણીને સર્વ ને પિતાનું શુદ્ધધર્મસ્વરૂપ સમજાવવા ઇચ્છા કરવી, અને ઉદેશાદિ ધાગ કરે એ મારો ધર્મ છે. આત્માને લાગેલા રાગદ્વેષને
For Private And Personal Use Only