________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૫૩૧
આત્માના ધર્મપર પ્રગટેલ વિશુદ્ધ પ્રેમથી આત્માની શુદ્ધ રમણતા રસને સ્વાદ પ્રગટે છે, અને તેથી દુનિયાના ભેદના ભડકા ભૂલાય છે. આત્માના ગુપયોગની ધૂનમાં આનન્દરસની કેફ પ્રગટે છે. આત્માના શુદ્ધ પગની આનન્દકેફમાં નિયમની મર્યાદાને વ્યવહાર રહેતો નથી. આત્માના વિશુદ્ધ પ્રેમરૂપ અભેદરસને પ્યાલે ઘટઘટાવી જવાથી દુનિયાના આધિવ્યાધિ વગેરે તાપની અસર થતી નથી, અને આત્મામાં પરમપ્રસન્નતા, પરમશીલતા અનુભવાય છે. પશમ ચારિત્ર અને શુદ્ધપયોગે આવી આનન્દદશાને અનુભવ આવે છે, તો શુદ્ધપાગવડે સમાધિમાં તલ્લીન થતાં ક્ષાયિકારિત્ર પ્રગટતાં આત્મામાં કે આનન્દ પ્રગટતો હશે? તે ખરેખર સર્વજ્ઞ વણ અન્ય કઈ જાણી શકે નહિ. તેવી ક્ષાયિચારિત્રની દશા પ્રગટ થાય છે ત્યારે તેને અનુભવ આવે છે. ક્ષયોપશમભાવે ઉપયોગ દશામાં વિશુદ્ધ પ્રેમરસ પ્રગટે છે. અને તેથી સંસારનાં મ્હારાં અને ત્યારપણાનાં બંધને ટળે છે. આવી શુપયેગે આત્માની સમાધિ સદાકાલ રહેતી નથી કારણ કે તે ક્ષાપશમભાવની છે તે પણ આત્માના ધર્મમાં રમણતા કરવા અભેદ પ્રેમપથી થઈને આત્માના વિશુદ્ધ અધ્યવસાયોમાં ખેલવા અને અપ્રાપ્ત એવા નિર્મલ અધ્ય. વસાયને પ્રાપ્ત કરવા, આત્માના દિવ્ય ગુણ પર્યાયમાં સમાધિ ગે લીન થવા પ્રયત્ન કરવાની જરૂર છે. ક્ષયોપશમભાવની ચારિત્રસમાધિમાંથી પાડનાર મેહપરિણતિ છે તેનો જય કરવા ઉપગ રાખો.
ધર્મના વિશાલ નિયમ એ ધર્મની વિશાળતા કરનાર છે, અને ધર્મના સંકુચિત એકદેશીય નિયમ એજ ધર્મની સાંકડી સ્થિતિ કરનાર છે. સાર્વત્રિક-સાર્વદેશીય જમાનાને બંધ બેસતા અને વાસ્તવિક સત્યતા અને ઉપ
ગિતાથી યુક્ત એવા ધાર્મિક નિયમોના બંધારણથી અને સુવ્યવસ્થાથી ધાર્મિક ઉપદેશકને નિયમસર ધર્મનો ઉપદેશ અને તેના ફેલાવા માટે યોજવાથી ધાર્મિકમનુષ્યોની સંખ્યામાં વધારે કરી શકાય છે, અને જૈન ધર્મને સર્વત્ર પ્રસરાવી શકાય છે. જૈનધર્મના વાસ્તવિક આચાર અને વિચારમાં દુનિયામાં પ્રવર્તતા ધર્મોના આચારે અને વિચારે સમાઈ જાય છે, અને જૈન ધર્મના આચારે અને વિચારે આખી દુનિયાને ઉપયોગી છે,
For Private And Personal Use Only