________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૩૦
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
ચંચલતા ટળે છે અને આત્માનુ વીર્ય પોતાના શુદ્ધરૂપમાં પરિણામ પામતુ જાય છે. સિદ્ધાન્તાના ઘણા અભ્યાસની અને પશ્ચાત થનાર અનુભવ, આ પ્રમાણે સમજાય છે. આત્મામાં પરિણમતુ વીય કેવું છે તે અનુભવથી અવએધાઇ શકે છે. આત્મા પોતાના શુદ્ધ જ્ઞાનાદિ ધમાં રમણતા કરે છે તો ક્ષયેાપશમ ચારિત્રની સમાધિમાં ઉપયુક્ત અનુભવતા ઝાત્કાર થાય છે.
X
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાનું હૃદય જે વિચારા માન્ય કરે છે તે વિચારાને ફેલાવનાર પુરૂષ પેાતાની અસર અન્યમનુષ્યા પર કરી શકે છે. હૃદયમાં ભિન્ન હોય અને આચારમાં ભિન્ન હોય એવા મનુષ્ય પોતાના હૃદયના વિચારોને ફેલાવા કરી શકતા નથી. અને તેમજ પોતાના હૃદયના વિચારોના સાથી એવા મનુષ્યને મનાવી શકતા નથી. પાતાના હૃદયમાં રહેલા સત્ય વિચારાને દાખી દેવાથી અને અમાન્યવિચારોના ફેલાવા કરવાના હેતુથી ભાષણ વગેરે કોઇ આપે છે તો તેમાં સરસતા અનુભવાતી નથી અને તેની દુનિયા પર ખરેખરી અસર થઇ શકતી નથી. પેાતાના હૃદયના સત્ય વિચારાને ભય, નિર્મૂલતા, લેાભ અને અપકીર્ત્તિ વગેરે કારણોથી દાબી રાખવામાં આવે છે તેા હૃદયના વિચારાતુ ખળ ઘટી જાય છે અને તેએ સ્વયમેવ વિનાશ પામે છે. અન્યમનુષ્યોની હેમાં ક્ખાઇ જવાથી હૃદય નબળું પડી જાય છે અને ચારિત્રબળ વૃદ્ધિ પામી શકતું નથી. હ્રદય પાતાનીમાં ઉત્પન્ન થએલા સત્ય વિચારેને પ્રગટ કરતાં નષ્ટ થાય છે તે પેાતાની પાછળ હજારા હૃદયાને પોતાના જેવુ કરતુ જાય છે. અનેક પ્રકારના સત્યાનુભવાથી હૃદય સસ્કારી બને છે, એ સંસ્કારી હૃદયમાંથી જેટલા વિચારા બહાર પાડવામાં આવે છે, તેટલા પેાતાનુ ખળ વધારતા જાય છે. મનુષ્યે પોતાના હૃદયના સત્યધર્મી વિચારાને બહાર પાડવા જોઇએ. હૃદયના સત્ય વિચારો એ આખી દુનિયાના ખરા વારસા છે. હૃદયના સત્ય વિચારાને વાણીદારા અહાર પાડનાર મનુષ્ય આખી દુનિયાને ઉત્તમ વારસા આપે છે અને તેથી દુનિયામાં પોતાનું અસ્તિત્વ ધરાવી શકે છે. સત્ય ધાર્મિક વિચારોથી દુનિયામાં અનેક મનુષ્યોના આત્માએ સુધરે છે. હૃદયમાં ઉત્પન્ન થનાર સત્ય વિચારાને દાખી દેવાથી પેાતાનુ હૃદ્ય પેાતાને સે છે એમ અનુભવ કરીને દરેક મનુષ્યે વીતરાગધર્મના સત્ય વિચારો ફેલાવે કરવા પ્રયત્નશીલ થવુ જોઇએ.
X
X
X
X
For Private And Personal Use Only