________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૮ સંવત ૧૮૬૮ ની સાલના વિચારો
-- -- ----- ---------- ~- -:: ~રહિત હોય એવી સંધટના થવી જોઈએ. ધાર્મિક વિચારોની સંકલનને દરેક દેશની જન્મભાષાના માધ્યમના દિવ્ય સાથે એકરૂપ કરવી જોઈએ. તીર્થકરેના આગમોના આધારે પાર્મિક માં માનકડળની ઉપયોગિતા હેવી જોઈએ. ધાર્મિક વિચારોમાં આન-દસને કરે વહેવો જોઈએ. ધાર્મિક આચારની સંકલનામાં દિવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની ઉપયોગિતા વર્તવી જોઈએ. ધાર્મિક વિચારો અને ધામિકાચારોવડે ધાર્મિક સમાજ ઉત્પન્ન થાય છે. ધાર્મિક સમાજનું ઉત્તમ બંધારણ એજ ધાર્મિક ઉન્નતિનું મૂળ બીજ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે ઉત્તમ બંધારણ રચવાથી ધાર્મિક સમાજની અભિવૃદ્ધિ સાધી શકાય છે. ધાર્મિક સંઘ, ધાર્મિક સમાજનાં બંધારણ અને સુવ્યવસ્થિત યોજનાઓ અને ઉત્તમ બંધારણનો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પ્રમાણે રચનારા ગીતાર્થ મુનિવરો જે હોય છે તે ધાર્મિક સમાજની વૃદ્ધિ કરવાના દરેક નિયમોનું સમ્યક પરિસ્ફોટન થાય છે અને તે પ્રમાણે વર્ત નમાં બંધારણ મૂકી શકાય છે. સાધુ સમાચારી, શ્રાવક સમાચારી ચતુર્વિધ સંઘનું બંધારણ અને ચતુર્વિધ સંઘની ઉન્નતિના સમ્યગ ઉપાયનો, યોજનાઓને, નિયમનો, જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પ્રમાણે વિચાર કરી શકાય છે અને આ ચારમાં મૂકી શકાય છે તે જમાનાની સાથે ધાર્મિક ઉત્ક્રાન્તિ કરી શકાય છે,
જેમ જેમ ક્રોધ માન માયા અને લેભન ઉપશમ થાય છે તેમ તેમ આત્માના ગુણને આવિર્ભાવ થતો જાય છે. આત્માના ગુણેને ખીલવવા માટે મનમાં ઉત્પન્ન થનાર એવા ક્રોધાદિકને ક્ષય કરવો જોઈએ. ક્રોધાવેશને દબાવવાથી આત્માની શક્તિ વૃદ્ધિ પામે છે. ક્રોધાવેશના તાબે રહેવાથી આત્માની શક્તિ ઘટતી જાય છે. આત્માના ગુણને કપાયો રંધે છે અને તેથી આત્મા પિતાના સ્વાભાવિક ગુણોને અનુભવ લઈ શકતો નથી. ક્રોધાદિક કક્ષાનો રેપ કરવાથી આત્માના ગુણોનો અનુભવ પ્રગટે છે અને તેથી ઇન્દ્રિયાતીત અપૂર્વ આનન્દ પ્રગટે છે. પાયાના રોધથી આત્મજ્ઞાનને પ્રકાશ વૃદ્ધિ પામે છે આત્માના જ્ઞાનવડે પ્રથમ સવિકલ્પદશાનો અનુભવ આવે છે અને પશ્ચાત નિર્વિકલ્પ દશાને અનુભવ આવે છે,
नय अरुभंग निक्षेप विचारत, पूरवधर थाके गुणहेरी विकल्प करत त्याग नवि पाये, निर्विकल्पते हेत भयेरी
| શ્રીમરિવાર
For Private And Personal Use Only