________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવત, ૧૦૬૯ ની સાલના વિચારે.
પ૨૭
ક્રિયા સંબંધી ધર્મક્રિયાના ઉદેશે જેમ જેમ ભૂલાય છે તેમ તેમ ધાર્મિક ક્રિયાઓ તરદ અરૂચિ અને અલક્ષ થતું જાય છે. ધાર્મિક ક્રિયાનું પરિજ્ઞાન અને વર્તમાન જમાનો એ બેને પરિપૂર્ણ વિચાર કરીને વર્તમાનકાલિક ઉન્નતિના ઉપાયોનું ધર્માનુષ્ઠાનમાં વિચાર સાધ્ય બિન્દુ ગોઠવાવવું જોઈએ કે જેથી વર્તમાનાકાલિક ધર્માનુષ્ઠાન પ્રવૃત્તિમાં રૂચિ, લક્ષ અને ઉપયોગિતા દેખવામાં આવી શકે. ધર્માનુષ્ઠાનના મૂળ ઉદ્દેશે અવધવામાં આવે તે મિશ્રણ ગાડરીય પ્રવાહ અને કાળે કાળે ક્રિયાઓમાં થતું પરિવર્તન ઈત્યાદિ સર્વને બંધ થાય. વર્તમાનકાલીન મનુષ્યની ચારે તરફની પ્રવૃત્તિ અને તેમની પરિસ્થિતિને વિચાર કરીને તેઓને કાલાનુસારે ધમનુષ્ઠાનમાં યોગ્ય ઉદેશ સાથે બંધ બેસતાં અનુષ્ઠાનોમાં યોજવામાં આવે તે તેઓની જીદગીમાં અમૃત ક્રિયાના રસને સંચાર થઈ શકે, અને તેથી તેઓ સભ્યશ્રીત્યા ધાર્મિક જીવનથી ઉન્નતિમાં પ્રવેશ કરી જીવી શકે. મનુષ્યોને પિતાના અધિકાર પ્રમાણે રચતી, બંધબેસતી, સમજાતી, આદરણીય અને સ્વહિતકારક ધાર્મિક ક્રિયા થાય એવા વિચારોને આગ અને પૂર્વાચાર્યોના ગ્રન્થની સનાતન ક્રિયાથી અવિરૂદ્ધપણે અસલની મૂળ સ્થિતિમાં સુધારા તરીકે સંયુક્ત કરવા જોઈએ કે જેથી મૂળ ધાર્મિક ક્રિયાઓનું અસલની રૂઢિએ અવિરૂદ્ધ પુનર્જીવન થાય અને તેથી મનુષ્યોને સદા ફાયદો થાય. ધાર્મિક ક્રિયાઓની સમજુતી. સરલતા, સુગમતા, અલ્પસમય તથા પ્રયત્ન સાધ્યઆદિ દરેક ઉદેશને ધ્યાનમાં રાખીને ધાર્મિકક્રિયાઇવન ઉરચ કરવું જોઈએ.
ધાર્મિક વિચાર સંલના
ધાર્મિક વિચારોની સંકલ્પના પરસ્પર અપેક્ષાવાળી અને અનુક્રમ સહિત ઉન્નતિના માર્ગ તરફ અધિકાર પરત્વે આગળ વધનારી હોવી જોઈએ. ધામિક વિચારોની સંકલનામાં શ્રદ્ધા અને ભક્તિબળ રહેવું જોઈએ. ધાર્મિક સમાજ અને તેની એકેક વ્યક્તિને પણ સમન્ પિષણ આપે એવી રીતે કેળવણયુક્ત ધાર્મિક વિચારોની સંકલના હેવી જોઈએ. ધાર્મિક વિચારોની સંકલનામાં દિવ્યતા, શૌર્ય, વૈર્ય અને સાર્વત્રિક સ્વાતંત્ર્ય કે જે સ્વાસ્થવ્ર
For Private And Personal Use Only