________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૬
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
ધ્યાન વિષય–દયાનાનુભવ
ધ્યાનમાં સ્થિર થઈ જવામાં આવે છે ત્યારે પાંચે ઈનેિ બ્રાહવૃત્તિએ વ્યાપાર બંધ થએલે અનુભવાય છે અને નામ રૂપ એ આત્માની સાથે સંબંધિત નથી એવો અનુભવ આવે છે, અને વાસનાઓનું તે જાણે અસ્તિત્વ નથી એવું ભાન થાય છે. ધ્યાનમાં સ્થિરતા થતાં બાહ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવને ઉપગ રહેતો નથી અને આત્મ શક્તિમય હેય એવી પરાક્ષમાં પણ પ્રત્યક્ષ જેવી ઝાંખી જણાય છે. આત્માના આનન્દને પાર રહેતું નથી. શાતવેદનીયથી પણ આત્માના આનન્દન ભિન્નપણે અનુભવ થાય છે. આત્માના આનન્દમાં બાહ્ય વસ્તુઓ દ્વારા મેળવાતે આનન્દ જે હવે તે પણ ન હતું એ અનુભવ આવે છે. આત્માને આનન્દ મળવાથી સાધુની દશામાં બાહ્યથી અનેક પરિષહ વેઠતાં રહી શકાય છે. આત્માના આનન્દમાં દુઃખની યાદી રહેતી નથી. ધ્યાનથી આવી આનન્દદશા રહે છે તેથી સહજયેગની દશાને તાત્વિક અનુભવ થાય છે. આત્માના ધ્યાનમાં રહેવાથી આનન્દમસ્તદશા ઉત્પન્ન થાય છે, અને તેનું દષ્ટાંત આપી શકાય તેવું ન હોવાથી એટલું જ કહેવું પડે છે કે જે એવી આનન્દમરતદશા અનુભવે છે તેજ સહજાનન્દ મસ્તદશાનો અનુભવ કરનાર ગણાય છે. પૂર્વભવના ઘણું આધ્યાત્મિકધ્યાન સંસ્કારેવડે આ જન્મમાં ધ્યાનમાં આનન્દ મળે છે
એમ અનુમાન કથી શકાય છે. બાહ્યરીતિએ સાધુની વ્યાવહારિક યથાયોગ્ય પ્રાપ્ત ફરજો અદા કરીને ધ્યાન સાધ્ય સહજ સુખની ખુમારીને
સ્વાદ જેટલો લેવાય છે તેટલો લીધા કરીએ છીએ પણ હજી સાધનાવસ્થાજ છે એમ અમને સ્વાનુભવ દર્શાવે છે. આત્મા ના ધ્યાનાનુભવ પ્રદેશમાં, સમાધિ પ્રદેશમાં આત્માના શુભાધ્યવસાવડે આગળ વધવા પ્રયત્ન શરૂ છે. આ પ્રાપ્ત શુભાધ્યવસાયો કે જે ચારિત્ર પરિણામ રૂપ છે તેમાંના કેટલાક સમાધિરૂપ ચારિત્ર અધ્યવસાયો સ્પર્શાય છે.
For Private And Personal Use Only