________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
૫૨૫
અજ્ઞાનથી આત્મા પોતે અશુભ વિચારવડે દુઃખી થાય છે. અન્ય વસ્તુઓમાં દુઃખની કલ્પના કરીને સ્વયં આત્મા પિતાની ચારે તરફ દુઃખના પ્રસંગે દેખે છે, અને પોતાની વૃત્તિથી ઉભી કરેલી ભીતિથી પિતે ભય પામે છે. પિતાની ભૂલ મોહથી થાય છે. મોહના વિચારોમાં તલ્લીન થવાથી આત્મા પોતાનું સ્વરૂપ ભૂલે છે. પોતાના સ્વરૂપને ઓળખવાથી પિતાના સ્વરૂપમાં રહી શકાય છે, અને બ્રાન્તિથી દુખની સૃષ્ટિ પિતાની ચોમેર રચી શકાતી નથી અને તેથી નિર્ભયતા, સ્થિરતા અને સહજાનન્દને ભોગ આભા ભોગવી શકે છે. દુઃખના પ્રસંગે કલ્પીને પિતાના હાથે ઉપાધિ વહોરી લે છે. પિતાના આત્માથી ભિન્ન એવી જડ વસ્તુઓ પ્રિય નથી તેમ અપ્રિય પણ નથી પણ મોહથી પ્રિયત્ન કલ્પી પોતાના મનમાં વિકલ્પ સંકલ્પ કરવામાં આવે છે તેમાં પોતાનો દોષ છે.
અવસ્થા, સ્થાન, આશ્રય અને તે આદિ બાહ્યનાં આલંબનેમાં પ્રિય અને અપ્રિયત્વની કલ્પના રહે ત્યાં સુધી પોતાના અધિકાર પ્રમાણે કર્તવ્ય ધર્મ
વ્યવહારને મૂકવો નહિ એમ અનુભવથી ઉગારે કાઢવા પડે છે અને તે વસ્તુતઃ સત્ય છે. આત્માના ધર્મ પ્રમાણે આત્માએ વર્તવું જોઈએ પણ તે ધર્મ વ્યવહાર નિમિત્ત કારણવડે આત્મ ધર્મની સિદ્ધિ સાધવા પ્રયત્ન કરે જોઈએ. આત્માને આત્માના ગુણે પ્રકટ કરવામાં જે જે નિમિત્ત કારણો અવસ્થાભેદે, અધિકારભેદે સાપેક્ષાએ જણાતાં હોય તેમાં વાદવિવાદ આગ્રહ ન કરવો પણ અધિકારભેદે અને અવસ્થાભેદે જે જે નિમિત્ત કારણો અવલંબવા યોગ્ય તે અવલંબવાં. નિમિત્તે છે જે અવલંબવામાં આવે તેનું પૂર્ણ જ્ઞાન જોઈએ. ઉપાદાને કારણે અને નિમિત્ત કારણોનું સંપૂર્ણ જ્ઞાન મેળવીને પિતાના અધિકારે કર્યું નિમિત્ત કારણ અવલંખ્ય છે તેને અનુભવ દૃષ્ટિથી નિર્ણય કરે અને તેમાં વખતો વખત લાભ હાનિને વિચાર કરીને ઘટતો ફેરફાર કરે. તેમજ ઉત્તરોત્તર નિમિત્ત અવલંબને આદરવા પરિહાર કરવો. એટલું તે લક્ષ્યમાં રાખવાનું છે કે બાહ્ય સાધનોમાં અને ઉપાદાનેમાં સાધ્ય સિદ્ધિનો સંયોગ કઈ રીતિએ કરવા યોગ્ય છે. સાધ્યની સિદ્ધિ સન્મુખ થનાર એવા અવલંબનનું અવલંબન કરવું.
For Private And Personal Use Only