________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
સમાગમમાં આવનારામાંથી કયા મનુષ્યો ક્યા ગુણથી સુધરે છે તેનું બારીક અવલોકન કરવું. સમાગમમાં આવનારા મનુષ્યોથી પિતાને લાભ વા અલાભ થાય છે તેને વિચાર કરી છે, અને સમાગમમાં આવનારા મનુષ્ય પ્રતિ
ગ્ય રીતે વર્તવા, વદવા ઉપગ રાખ. સમાગમમાં આવનારા મનુષ્ય સર્વે કંઈ એકસરખી દૃષ્ટિવાળા હોતા નથી. સમાગમમાં આવનારા રૂબરૂમાં અને પરીક્ષામાં પોતાને માટે શે મત ધરાવે છે? અને કેવું વર્તન ચલાવે છે, તેને અનુભવ લેવાથી પોતાના સમાગમમાં આવનારાઓ સંબંધી લાભાલાભને વિચાર થઈ શકે છે. પાસે આવનારાઓના વિચારોમાં શા ફેરફાર થાય છે તે વારંવાર તેઓના હૃદયને ઉભરાઓથી જાણી લેવો તેમજ પાસે આવનારાના વિચારોમાં સંકુચિતતા તથા વિશાલતા ક્યા ક્યા વિષયોમાં ક્યા કયા અંશે છે તેને વિવેક દષ્ટિથી વિચાર કરે, અને તેમાં ઘટતો સુધારે વધારે કરવા પ્રયત્ન કરે. પાસે આવનારાઓને કેવી રીતે લાભ આપી શકાય અને તેમના વિચારેને સુધારે કરી શકાય, તે સંબંધી અનુભવથી ઘટતા ઉપાયે લેવા.
સ્વકર્તવ્ય. રાગદ્વેષ નહીં થવા દેવા એમ લક્ષમાં રાખીને પિતાના કર્તવ્યમાં સદા તત્પર રહેવું જોઈએ. સ્વકર્તવ્ય કરવામાં તત્પર રહેવું અને મગજની સમતોલતા જાળવી રાખવી એટલુંજ રહેણીમાં મૂકવાની આવશ્યક્તા છે. સ્વકર્તવ્ય કરવામાં કેઇનાથી બીવું નહીં તેમજ કોઈનાથી બંધ થવું નહિ. સ્વવ્ય એ પિતાના માટે અને જગતનાં માટે કેટલું ઉપયોગી છે તેને વિવેકદ્રષ્ટિથી વિચાર કરી જવો. સ્વકર્તવ્ય કર્યું છે એ પિતે જાણવું જોઈએ. દરેક વસ્તુ પિતાપિતાને ધર્મ બજાવે છે તેમ શરીર, વાણી, મન અને આત્માનું કર્તવ્ય પણું પિપિતાના ધર્મને અનુસરી છે. તેમજ સમાજ પ્રતિ શિષ્યતિ વા જે જે પ્રતિ જે જે ફરજો બજાવવાની હોય તે તે પ્રતિ તે તે ફરજે સદા બજાવતા રહેવું એજ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી આદરણીય છે. ગાણિતાએ અને મુખ્યતાએ કર્તવ્ય કાર્યો વિવેકદ્રષ્ટિથી કરવાં જોઈએ.
For Private And Personal Use Only