________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
પર૩.
બનતું કરવું જોઈએ. શાસનભક્તિ, શાસનરાગ અને શાસનસેવામાં જેટલું બને તેટલું કરવું જોઈએ.
પિતાના સાધુના અધિકાર પ્રમાણે આચાર પાળતાં, ઉપદેશ દેતાં, પરમાર્થ કાર્યો કરતાં, જાતસ્તુતિ વા જાતનિન્દા એ બેમાંથી કોઈ ઉપર લક્ષ ન રાખવું જોઈએ. દુનિયા પિતાના માટે શું કહે છે ? એ ઉપર હારે જોવાનું નથી, પણ પિતાના અધિકાર પ્રમાણે તું શું કરે છે? અને તેમાં કેટલી ખામી રહી જાય છે? તેમાં સત્ય અને લાભ કેટલો છે? તેને વિવેક કરી પોતાની ફરજે બજાવવા પર દરરોજ લક્ષ દેવું જોઈએ, અને બે વખતના પ્રતિક્રમણમાં જે જે દોષે લાગ્યા હોય તેને મિચ્છામિ દુક્ક દેઈ સ્વકર્તવ્યનિષ્ઠ થવું જોઈએ. ગપ્રતિ, મિતિ, શિષ્યો પ્રતિ, સંઘપ્રતિ અને અન્યમાન પ્રતિ હારે જે
જે ફરજો બજાવવાની છે, તે બજાવવા ખાસ લક્ષ આપવું જોઈએ. છેવસ્થ દષ્ટિથી જે કંઈ ભૂલચૂક પ્રમાદ વગેરે થાય તેનું પ્રતિક્રમણ કરવું જ જોઈએ. હારી હાલની સાધુની દીક્ષા પ્રમાણે હારે ધર્મથી અવિરૂદ્ધપણે આત્માની યથાશક્તિએ વિવેક દષ્ટિથી જે જે કંઈ કરાય છે તેમાં દોષ ન થાય એવી યાદીને તું રાખ !!! અને ભવિષ્યમાં દોષ ન થાય એવો દીર્ધદષ્ટિથી દરરોજ વિચાર કરવાને અભ્યાસ સેવ ! પિતાના પતિ અને જગત પ્રતિ હારું જે જે કર્તવ્ય છે તેમાં આગળ વધવા અને વર્તમાન કાલના કર્તવ્યવડે ભવિષ્ય જીંદગી ઉજવલ કરવા દરરોજ કંઈ નવું અનુભવ !!! અને તે આચારમાં શ્ય હોય તે મૂક! ખાસ આ બાબત પર લક્ષ આપ.
પિતાના સમાગમમાં આવનારા મનુષ્યને સદ્વિચારો અને સદાચારને લાભ આપવો એજ આપણું કર્તવ્ય છે. પાસે રહેનારા મનુષ્ય પર સારી અસર થાય છે કે કેમ? તેની તપાસ કરી લેવી અને તેમાં પિતાનાવડે શું કરાય છે તેને પૂર્ણ વિચાર કરો. પિતાના સમાગમમાં આવનારા મનુષ્યોના આશયો કેવા છે તે જાણી શકાય ત્યારે સમાગમમાં આવનારાઓની ચિતા પરખી શકાય છે, અને તેમને યોગ્યતા પ્રમાણે કંઈ લાભ આપી શકાય છે. સમાગમમાં આવનારા મનુષ્યો પોતાની તરફ કઈ કઈ દષ્ટિથી દેખે છે, અને તેઓ પિતાની પ્રતિ કે અભિપ્રાય બાંધે છે. તેની પરિતઃ પરીક્ષા કરવી. પિતાના
For Private And Personal Use Only