________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચરે.
૫૨૧
મોહની સામે મુક્ત થવા યુદ્ધ કરવું જ પડે છે. આત્માના ગુણેમાં જે જે અંશે રમણતા થાય છે તે તે અંશે મેહની સામે યુદ્ધ કરવાનું સમજવું. મોહના ઉપર પ ધરવો એ પ્રથમાવસ્થાનું લક્ષણ છે. મેહના ઉપર રાગ પણ નહિ અને દ્વેષ પણ નહિ, ફક્ત કૃતજ્ઞાને પગે આત્માના શુદ્ધધર્મમાં રમણતા કરવી એ ઉચ્ચપંક્તિની અવસ્થાનું લક્ષણ છે. જેમ જેમ ઉપર ઉપરનાં ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે અને આત્માના અધ્યવસાયની નિર્મલતા થાય છે તેમ તેમ આત્માની ઉચ્ચદશા થાય છે અને તે સમયે આત્માને આત્મભાવે જાણ અને તેમાં રમણતા કરવી અને મેહને મેહ તરીકે અવબોધીને સમભાવે આત્મભાવે વર્તવું એ સહજભાવ વર્તે છે. આવી દશાની કંઈક ધ્યાન વખતે પ્રતીતિ થાય છે, પણ આવી દશાની પરિણતિ સદા રહેતી નથી. શ્રીમદ્ આનન્દઘનજીએ અને શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયે ઉત્તર વયમાં આત્માની ઉચદશાનું અપ્રમાદપણે વિશેષ સ્વરૂપ અનુભવ્યું હોય એમ જણાય છે, તેથી તેમણે સ્વરચિત ગ્રન્થોમાં આત્માની સમતાદશાના ઉભરા બહાર કાઢયા છે. સર્વ બાહ્ય વસ્તુ
એમાં રાગદ્વેષના પરિણામને સંગ ન રહે એવી આત્માની ઉપગ ધારારૂપ દિવ્યાંગમાં ઝીલતાં મોહની મલીનતા ટળે છે એવો અનુભવ આવે છે, અને તે નિઃસંગ દશામાં રમણતા કરાવવા મારફત મોહથી દૂર રહેવા સૂચના આપે છે. આત્માના સ્વરૂપમાં આત્મસ્વરૂપે પ્રતીતિ, પરિણમન, શ્રદ્ધાભાસન થયા વિના આન્તરિક નિઃસંગતા રૂપ નિવૃત્તિ માર્ગ ખુલ્લો થતું નથી. આભાને પૂર્ણ વિશ્વાસ થતાં અને તેનું સ્વરૂપ અનુભવાતાં નિઃસંગતાના માર્ગે વિચરવા પ્રયત્ન થાય છે, અને નિઃસંગતામાં રહેતાં સ્વયમેવ મોહ પરિણતિ ટળે છે. પિતાના શુદ્ધ રમણતારૂપ ઘરમાં પ્રવેશ કરતાં મોહનું જોર ટળે છે. આત્મા જે આત્માના ધર્મમાં રહે તે મોહની પરિણતિ રહેતી નથી. રાધાવેધ કરતાં અનન્ત ગુણ ઉપયોગ, આત્મા પિતાના શુદ્ધ રમણતારૂપ ઘરમાં રહી શકે છે.
For Private And Personal Use Only