________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ૭
સંવત્ ૧૮૧૮ ની સાલના વિચારે.
આ શરીરમાં રહેલે બુદ્ધિસાગરસંસાધારી આત્મા પિતાનામાં જેવું સત્તાએ પરમાત્મત્વ દેખે છે તેવું સર્વ જેમાં સત્તામાં રહેલું પરમાત્મત્વ દેખે છે તેથી સર્વ જીવ પિતાના મિત્રરૂપ દેખાય છે અને તેમની સાથે આંતરિક શુદ્ધ પ્રેમને પ્રવાહ વહેવરાવે છે. સર્વ જીવોમાં સત્તામાં રહેલા ગુણે જે જે અંશે ખીલે છે તે તે અંશે જાણીને ખુશ થાય છે. સર્વ જીવોની સાથે મધ્યસ્થભાવથી વર્તવાની ભાવના ભાવ્યા કરે છે અને બને તેટલી વ્યાવહારિક આચારમાં મૂકે છે. પિતાનામાં પરમાત્મત્વ જેવું સત્તામાં છે તેવું તિભાવે સર્વ જીવોમાં પરમાત્મત્વ છે એમ દેખીને જાણીને સર્વની ભક્તિ અને નિર્દોષ સેવા કરવા ભાવના ભાવે છે અને મુનિના વેષે બને તેટલું આચારમાં મૂકે છે. શુદ્ધ નિશ્ચયનયથી સર્વ જીવોની સાથે એક્તા છે એવું અવબોધીને સર્વ જીવોને પિતાના કુટુંબીઓ વા કુટુંબીઓ કરતાં વિશેષ પિતાના આત્મવત ગણે છે અને તે પ્રમાણે સાધુની દિશામાં બને તેટલું આચારમાં મૂકવા પ્રયત્ન કરે છે. સર્વ જીવો પિતાના આત્મવત છે એ પરિપૂર્ણ દ્રઢ નિશ્ચય થાય છે ત્યારે જ સ્વદયા અને પરદયાને અર્થે સર્વ સાવધ ચોગના ત્યાગરૂપ સામાયિક ઉચ્ચારી શકાય છે. આવું સર્વ સાવધ ગત્યાગ રૂપ સામાયિકને વ્યવહારથી ઉચ્ચારી કહેણ પ્રમાણે રહેણીમાં રહેવા યથાશક્તિ પ્રમાદ ટાળી પ્રવૃત્તિ કરીએ છીએ અને તેમાં જે કંઈ દોષ લાગે છે તેનું પ્રતિક્રમણ કરીએ છીએ. આવી સામાયિકદશા એજ મુક્તિનું મુખ્ય દ્વાર છે. એ કારમાં સર્વ જીવોને લાવવા તેમને ઉપદેશ દઈએ છીએ. પૂર્વના સંવેગી હરિભદ્રસૂરિ વગેરેની પેઠે સંવેગ પક્ષની ભાવના ભાવીએ છીએ અને તેમાં રહેવા યથાશક્તિ પ્રવૃત્તિ કરવામાં આવે છે. તેમાં સ્વદયા અને પરયા વગેરે ઘણા ગુણોને સમાવેશ થાય છે. આ શરીરમાં રહેલ આત્મા પિતાની અને પરની ઉન્નતિ કરવા પ્રયત્ન કરે છે, પણ તે વાસ્તવિક નિર્દોષ ઉન્નતિ કરવાના આશયથી પ્રવૃત્તિ કરે છે; કારણ કે સર્વ પ્રાણીઓમાં રહેલું આત્મત્વ એક પ્રકારનું છે અને તેની વાસ્તવિક નિર્દોષ ઉન્નતિ અનેક કારણોની ભેદતાએ પરમાત્મવ્યક્તિપ્રકાશાથે એક પ્રકારની છે. સર્વ જીવોની સત્તાએ પરમાત્મતા અવધ્યા પશ્ચાત અનેક નાની સાપેક્ષતાએ સર્વ જીવોની ઉન્નતિને પરિપૂર્ણાતિ સમીપમાં લઈ જવાય એવા શુભાધ્યવસાયોને વિવેક સહેજે પ્રગટે છે અને તેમાં શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિમાં રહીને વ્યવહારથી વ્યવહરાય છે.
For Private And Personal Use Only