________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૮ ની સાલના વિચારે.
પ૧
- શ્રીવીરપ્રભુએ આત્મા તેજ સત્તાથી પરમાત્મા છે અને કર્મને ક્ષય થતાં વ્યક્તિથી પરમાત્માથી થાય છે એમ ઉપદેશ દેઈ જગતના ઉપર મહાન ઉપકાર કર્યો છે. તેમણે મનુષ્યોને ઉરમાં ઉચ્ચ થવાને માર્ગ સાક્ષાત દર્શાવી આપ્યો છે અને તેથી સર્વ જીવો પિતપોતાની સ્વતંત્રતા અવબોધી શકે છે અને પ્રાપ્ત કરી શકે છે, એવો સ્પષ્ટ ખુલાસો જણાય છે. જીવ તે કદી ઈશ્વર થાય નહીં આ સિદ્ધાંત ખરેખર પરતંત્રતાની બેડીઓમાંથી મનુષ્યને ખસવા દેતું નથી. પિતાની સર્વ શક્તિ પર વિશ્વાસ ન રાખતાં મુખ વિકાસી ઈશ્વરના સામું જોઈ રહી સ્વાત્માની ઉન્નતિની દિશા ન અવલોકવી એમ હવે જ્ઞાનીઓથી માની શકાય તેમ નથી. આત્માની શક્તિ માં ઈશ્વરત્વને વિશ્વાસ ધારણ કરીને ઉધમમાં પ્રવૃત્ત થઈ આગળ વધવું એજ મૂળ મંત્રનું રહસ્ય છે. જેટલું જેવી વૃત્તિથી કરવું હોય તેટલું કરાય છે એ વ્યાવહારિક સિદ્ધાન્ત અવબોધીને આત્માના ગુણને પ્રગટ કરવા. જે જે વૃત્તિથી જે જે કરવું ઘટે તે કરવું એમ દ્રઢ નિશ્ચય કરી આત્મગુણપ્રકાશાથે પ્રવૃત્તિ કરવી. શંકરાચાર્યે બ્રહ્મના વ્યાપકવાદને સિદ્ધાંત સ્થાપન કર્યો છે તે સિદ્ધાંતમાં શુષ્કજ્ઞાનતા મનુષ્યને આવી જાય છે અને તે અનેકાન્તશૈલીએ બ્રહ્મને વ્યાપકવાદ મોક્ષની સિદ્ધિ માટે સત્ય ઠરી શકતો નથી. શ્રીવીરપ્રભુનાં સિદાંતેનું ગુરૂગમપૂર્વક પૂર્ણ મનન કર્યા પશ્ચાત્ શાંકરસિદ્ધાન્તો વાંચવાથી સત્યની પરીક્ષા થાય છે. શ્રીવીરપ્રભુના ઉપદેશમાં વૈરાગ્ય, ભક્તિ, જ્ઞાન અને જીવદયા ઝળકી ઉઠે છે અને તેથી દુનિયાની ઉચ્ચ દશા થાય છે. દુનિયાના મનુષ્યોને અંશે અંશે સદ્ગણ ખીલવવા માટે અને છેવટે પરિપૂર્ણાશે શકિત ખીલવવા માટે શ્રીવીરપ્રભુને ઉપદેશ મહાન ગુણકારી છે એમ, સ્વાનુભવથી કહેવું પડે છે. દુનિયામાં દરેક વ્યક્તિનું સ્વાતંત્ર્ય ખીલવનાર અને દરેક વ્યક્તિનું સ્વાતંત્ર્ય જાહેર કરનાર શ્રીવીરપ્રભુને ઉપદેશ છે. ગતમબુદ્દે દયાને અને ઉપકારને અમુકાશે બેધ આપ્યો છે પણ તે પ્રમાણે તેમના ધર્મના અનુયાયીએ હાલ દયા પાળવામાં દેખાતા નથી. શ્રીવીરપ્રભુના ભકતોમાં દયાનો ગુણ પ્રાધાન્યપદ ભોગવે છે, એમ આખી દુનિયામાં જાહેર વાત છે. દયા કરતાં હિંસાના ઉપાસકો ઘણું હોય તે પણ તેથી દયાના ઉપાસકોની ઉત્તમતામાં અને સત્યતામાં અંશ માત્ર ખામી આવતી નથી. શ્રીવીરપ્રભુ સદુપદેશ જે કોઈ સાંભળે છે અને તે સંબંધી મધ્યસ્થદષ્ટિથી વિચાર કરે છે તે શ્રીવીર પ્રભુની મહત્તા સંબંધી તેને ઉચ્ચ ખ્યાલ પ્રગટે છે.
For Private And Personal Use Only