________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૮
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સમાધિ
આશાનાં અને નામકીર્તિનાં બંધનમાંથી મુક્ત થતાં સમાધિની ઉત્તમ દશા પ્રાપ્ત થાય છે. જેમ જેમ અહંવૃત્તિને લય થતો જાય છે તેમ તેમ સમાધિભાવ ખીલતે જાય છે. પદ્માસન લગાવીને શ્વાસ રૂંધી બેસી રહેવું એ હઠયોગ સમાધિ છે તેના કરતાં સહગની સમાધિ તે ઉત્તમોત્તમ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણની જે જે અંશે પ્રાપ્તિ થવી તે તે અંશે સમાધિ અવધવી. ધ્યાનદશાથી સમાધિદશામાં પ્રવેશ થાય છે માટે મનને પ્રથમ તે વશ કરવાની યુક્તિ રોધીને તેને વશ કરવા પ્રયત્ન કરવો. સમાધિમાં અમુકનાં દર્શન થાય છે અને અમુક ચમત્કાર પ્રાપ્ત થાય છે એ કંઈ સમાધિને અર્થ નથી. પિતાને આત્મા સમાધિમાં રહે એજ ખરી સમાધિ જાણવી. કેટલાક લેકે સમાધિના નામે મોટાઈ મેળવવા અનેક પ્રકારનાં મિથ્યા ગપ્પાં મારે છે તેથી સાવચેત રહીને પાખંડીઓના પાશમાં ન પડાય એવો ઉપગ રાખવાની જરૂર છે. આપબડાઈ હાંકનારા બાવાઓ, રોગીઓ અને અન્ય સમાધિના નામે આજીવિકા, માનપૂજા ચલાવે છે તેઓ સમાધિનું ખરું સ્વરૂપ સમજવા શક્તિમાન થયા નથી. વેદાન્તી મુસલ્માને સમાધિને જે અર્થ માને છે તેમાં અમુક અપેક્ષાએ ફેરફાર છે. જેનશામાં સમાધિનું જ સ્વરૂપ દર્શાવ્યું છે, તે અનુભવવા યોગ્ય છે અને આદરવા યોગ્ય છે. સમાધિની દિશા બતાવનારાઓ પ્રમાણિક મહાત્માઓ હોવા જોઈએ. સમાધિનું ખરું સ્વરૂપ પ્રથમ જાણીને પશ્ચાત તેને આદર કરવાની જરૂર છે. સમાધિના ખરા સ્વરૂપને જણાવનારાં સર્વત્તશાસ્ત્રોને મનનપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. હાલના કાળમાં સાતમ ગુણસ્થાનમ્પયતની સમાધિદશા પ્રાપ્ત થાય છે. સાતમ ગુણસ્થાનકની ઉપરના ગુણસ્થાનકની સમાધિ પ્રાપ્ત થતી નથી. આત્માના શુદ્ધગુણમાં રમણતારૂપ સમાધિ જે પામ્યા છે તેમના માર્ગને અનુસરવું એ જિજ્ઞાસુઓનું સત્ય કર્તવ્ય છે.
For Private And Personal Use Only