________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૬
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
આચારથી પવિત્ર થએલા જેને ભાવતીર્થ છે. જૈનધર્મનાં શાસ્ત્રના પઠનપાઠનથી અને જૈનધર્મને ફેલા કરવાથી જન્મ, જરા અને મરણનાં દુખ છુટે છે, અને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. ઇત્યાદિ સર્વ કહેવું તે અનેક દલીલથી સત્ય કરે છે કે જે દલીલે દર્શાવતાં એક મહાન ગ્રન્થ થઈ જાય.
ચિત્ત સમાધિ. ચિત્તમાં અનેક પ્રકારના રાગદ્વેષાત્મક વિકલ્પ સંકલ્પ પ્રગટે છે. તેને જે વિલય થવે તેને સમાધિ કહેવામાં આવે છે. ચિત્તની એક ધ્યેય વસ્તુમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતારૂપ લીનતા થઈ જવી તેને સમાધિ કહેવમાં આવે છે. હોગની સમાધિ છે તે શરીરના સબંધને આશ્રયી છે. અને શરીરને સંબંધ તે સદા રહેતું નથી માટે હઠગની સમાધિ કરતાં સહજસમાધિની અનન્ત ગુણી ઉત્તમતા છે. હઠાગની સમાધિમાં કાલની મર્યાદા છે અને સહજ સમાધિમાં કાલની મર્યાદા નથી. હઠ સમાધિને આનન્દ અમુક કાલ પર્યન્ત રહે છે, અને સહજ સમાધિના આનંદની મર્યાદા નથી. હોગની સમાધિ તે મનેત્તિને દાબવાની અપેક્ષાઓ છે અને સહજ સમાધિ તે આત્માના શુદ્ધ સ્વભાવે વત્ય કરે છે. હઠ સમાધિ કરતાં સહજ સમાધિમાં આત્માની અનન્તગુણી વિશેષ શુદ્ધતા છે. હઠ સમાધિના બળ કરતાં સહજ સમાધિનું વિશેષ બળ છે. હઠ સમાધિ કરતાં સહજ સમાધિથી અનન્તગુણ વિશુદ્ધતા પ્રગટે છે. જે વાસનાઓના મૂળ ખરેખર હડસમાધિથી ટાળી શકાતાં નથી; તે વાસનાઓનાં મૂળને સહજ સમાધિથી ટાળી શકાય છે. ઉભા થતાં, બેસતાં, ખાતાં, પીતાં, સહજ સમાધિદશામાં અધ્યાત્મજ્ઞાનના ઉપગે રહી શકાય છે. હઠ સમાધિ કરતાં સહજ સમાધિથી દુર્ગુણ ઉપર સારી રીતે કાબુ મેળવી શકાય છે. આ બાબતને જાતિ અનુભવ છે. તે પણ અમુક અપેક્ષાએ સહજ સમાધિમાં હઠ સમાધિની ઉપયોગિતા છે અને તેને સ્વાનુભવ પ્રમાણભૂત છે. વીર્યાદિના સંરક્ષણાર્થે હદ સમાધિની અત્યંત ઉપગિતા છે.
For Private And Personal Use Only