________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
પ૧૫
તરફ લક્ષ-ચિ પ્રવૃત્તિ રાખવાથી આત્માના જ્ઞાન દર્શન ચારિત્રાદિ સદ્ગણની અભિવ્યક્તિ થાય છે. આત્માના ગુણોની સેવા એજ જૈનધર્મની સેવા છે. જૈનધર્મ વસ્તુતઃ આત્મામાં રહે છે અને આત્માના સગુણો ખીલવવા એજ જૈનધર્મની ઉપાસના છે. આમાના ગુણો પ્રતિ પ્રેમ ધારણ કરવો. આત્માના ગુણનું કીર્તન કરવું અને આત્માના વીર્યને આત્માના ગુણની અભિવ્યક્તિ સમ્મુખ કરવું જ દુર્ગુણથી છૂટવાને ઉપાય છે. આત્માના ગુણો તરફ રૂચિ ધારણ કરવાથી આત્માને રૂચિ ગુણ પિતાના આત્મામાં ભળે છે અને દુર્ગણે તરફથી અરૂચિ ટળે છે. દુર્ગુણે તરફ અલક્ષ રાખવાથી દુગુણ તરફ મત્તિનું બળ પરિણમતું નથી તેથી દુર્ગુણો સ્વતઃ વિલય પામે છે. મનમાં દુર્ગણને વિચાર ન આવે એવી દશા પ્રાપ્ત કરવાથી આત્માના ગુણોની ધૂન લાગે છે અને આમ તે પરમાત્મા થાય છે.
ધાર્મિક ભાવનાને હૃદયમાં વારંવાર લાવવાથી સંસ્કારી હૃદય બને છે. ધાર્મિક ભાવના ખીલી ઉઠે અને ચારે ખંડના મનુષ્ય જૈન બને; એવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ધર્માવિરૂદ્ધ ઉપાયો આદરવાની જરૂર છે. પતિત મનુષ્યને પાવન કરનાર જૈનધર્મ છે કારણ કે તેમાં પાપને નાશ કરવાની શક્તિ રહી છે. પતિત ભ્રષ્ટ મનુષ્યોને સિદ્ધાચલની યાત્રા, શત્રુંજી નદીના પાણીથી સ્નાન વગેરે શાસ્ત્રોક્ત વિધિથી પાવન કરી શકાય છે. ગમે તે વર્ણના મનુષ્યને જૈનધર્મમાં ધર્મની શ્રદ્ધાદિગુણોથી લઈ શકાય છે. ગમે તે વર્ણના મનુષ્યને પ્રાયશ્ચિત્ત આપી જૈનધર્મની શ્રદ્ધા કરાવી જૈનધર્મમાં લેઈ શકાય છે એમ અસલ રીવાજ હતિ. નવકારમંત્રના જાપથી મિથ્યાત્યાદિ પાપનો નાશ થાય છે અને ચાર હત્યાદિ કરનારાઓને પણું જૈનધર્મ સ્વીકારવાથી વા નમસ્કાર મંત્ર જાપથી ઉદ્ધાર થાય છે. જનધર્મની શ્રદ્ધાથી મનુષ્ય પવિત્ર થાય છે. જનધર્મ પાળનાર ગમે તે વર્ણને હોય તે પણ તે અન્યધર્મવાળાઓ કરતાં પરમ પવિત્ર છે એમ જેને એ દૃઢ શ્રદ્ધા ધારણ કરવી. જેનામેની શ્રદ્ધાથી જેઓનાં મન વાણી અને કાયી પવિત્ર થયાં છે એવા જેને પરમ પવિત્ર છે. જૈનેના ચરણસ્પર્શથી પૃથ્વી પવિત્ર થાય છે. ગંગા આદિ તીર્થો એ વ્યતીર્થો છે અને જેનાગની પૂર્ણ શ્રદ્ધા તથા
For Private And Personal Use Only