________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૧૪
www.kobatirth.org
સંવત ૧૯૯ ની સાલના વિચારો.
આત્મામાં શાન્તરસને પ્રવાહ છૂટે છે, તેના પાતાને અનુભવ થાય છે. આત્મધ્યાન ધરતાં ધરતાં જ્યારે મન થાકી નય ત્યારે શાન્ત થઇ જવુ વા અન્યસ્થૂલરસિક બાબતમાં મન યેાજવું, આત્માના શુદ્ધ સ્વરૂપના ધ્યાનમાં એટલા અંધા લીન થઇ જવું કે ધ્યાનના ઉત્થાનકાલમાં પણ આત્માના સુખની ખુમારીના સ્વાદ રહે અને બાહ્ય પદાર્થોના સંબંધમાં આવતાં છતાં પણ નિર્લેપ રહી શકાય. આત્માના શુદ્ધ સ્વરૂપમય હું છુ એવા ઉપયોગ રહે અને પ્રાયેગે આહાર વિહારાદિ થાય એવી ધ્યાન દશામાં રહે એવુ લક્ષ રાખવું જોઇએ. પોતાના અધિકારે જગમાં આવસ્યક વ્યાવહારિક ધર્માદિકાર્ય કરતાં છતાં પણ આત્મા તા પોતાના ધર્મને રસિક રહે અને આનન્દમાં મસ્ત રહે એવી દશા પ્રાપ્ત કરવા ઉપર્યુક્ત આત્મધ્યાનના માર્ગ અવલખવા જોઇએ. દરરોજ આત્મધ્યાનમાં વ્યવસ્થાપૂર્વક આગળ વધવું જોઇએ કે જેથી પૂર્વભવમાં પણ આત્મધ્યાના ભાગ સહેજે પ્રાપ્ત થાય.
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
એકવાર પણ યિદે કાઇ દુર્ગાણુ અજાણપણાથી સેવાઇ જાય છે તે હૈ દુર્ગુણના સકારા એવા પડે છે કે તેની સાથે પૂર્ણ યુદ્ધ કર્યા વિના દુગુ ણુના ખીજને ખાળી શકાતું નથી. દુર્ગુણાની ભાવનાથી પણ દુગુ ણ તરફ પ્રવ્રુત્તિ થાય છે માટે દુગુણા તરફ અલક્ષ કરીને સદ્ગુણા તરફજ સદા લક્ષ રાખવાની જરૂર છે. મનમાં ચિંતવેલા દુર્ગુણુ કાયા દ્વારા સેવાય છે અને તે પશ્ચાત્ પોતાનુ મૂળ દ્ર કરે છે. પૂર્વભવાભ્યાસથી દોષોને સેવવા તરફ સ્વતઃપ્રવૃત્તિ થયા કુરે છે. કર્મના ધેણે દોષો ઉત્પન્ન થાય છે અને દોયાની સેવનાથી પુનઃદોષ -ઉત્પન્ન થાય છે. પૂર્વભવદ્ નિકાચિત કર્મના ઉદયથી ચેતન પેાતાની શક્તિ ગુમાવે છે અને હૃદયાગત કર્મના તામે થાય છે તેપણ ઉત્તમ સાધક, કર્મના સામુ યુદ્ધ કરે છે અને કતે હાવવા શક્તિમાન થાય છે. ક્રમના સુખ દુઃખ ભેગામાં વસ્તુતઃ કદ પોતાનુ નથી અને તેથી ખાત્માને વસ્તુતઃ સુખ નથી એવા નિર્ધાર થયા બાદ કર્મના સંબંધમાં છતાં પણ કર્મના સંબંધથી દૂર થવાની આત્માની પરિણતિ પોતાનુ કાર્ય કર્યા કરે છે. આત્મા પોતાના શુદ્ધ જ્ઞાનથી જ્યારે એવા નિશ્ચય કરે છે કે હું દોષોથી ભિન્ન છુ ત્યારે તે વખતે આત્માની શુદ્ધતાની અન્તમાં પ્રવૃત્તિ કારભાય છે, આત્માના ગુણા