________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
(૫13
ટાળું હોય છે તેમાં એક વાનરે હોય છે. વાનરીયાના ટેળામાં જે વાનરે હોય છે તે કાયિક બ્રહ્મચર્ય પાળી શકતો નથી. વાનરોનું ટોળું પ્રાયઃ કાયિક બ્રહ્મચર્ય પાળતું હોય એમ દેખાય છે. વાનરા ટેળાના વાનરાઓ મનમાં વાનરીઓ સાથે કામ ભોગ કરવાના વિચાર કરે છે તેથી તેઓનું શારીરિક વીય ઘટી જાય છે તેથી તેઓ વાનરીયા ટેળાના બુઢીયાની સાથે લઢતાં હારી જાય છે. પચ્ચીશ પચ્ચીશ બુઢીયાઓ પણ એક વાનરી ટોળાના બુઢીયાના સામ થઈ શક્તા નથી. કાયિક બ્રહ્મચર્ય પાળનારા વાનરાઓથી માનસિક બ્રહ્મચર્ય નહિ પાળી શકવાથી કાયિક વીર્યથી તેઓ હીન થાય છે અને તેથી તેઓ પિતાની જાતના એક બુઢીયાને પણ ભેગા થઈ જીતવા પ્રાયઃ સમર્થ થતા નથી. આ ઉપરથી અવધવાનું કે શારીરિક બ્રહ્મચર્ય પાળતાં છતાં પણ માનસિક બ્રહ્મચર્ય ઉપર ખાસ લક્ષ રાખવાની જરૂર છે. મનમાં કામભેગના વિચારે કરવાથી વીર્યને નાશ થાય છે અને અશુભ પરિણામથી કર્મને બંધ પડે છે. માનસિક વિચારોની અસર શરીર પર થાય છે અને શરીરના સંબંધે મનમાં અસર થાય છે. શરીરની સાથે મનને નજીકના સંબંધ છે. મનમાં કામભોગના વિચાર કરવાથી કાયિક બળ, માનસિક બળ, વાચિકબળ અને આત્મિકબળ ઘટે છે. મનમાં કામ ભાગના વિચારો ન આવે તે શારીરિકબળ વૃદ્ધિ પામે છે અને તેથી ઉત્તમ કાર્યો કરી શકાય છે.
આત્મધ્યાન ધરતાં પહેલાં પિતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ વિચારવું. આત્માના શુદ્ધ સ્વરૂપમાં તલ્લીન થઈ જવું. સર્વ દુનિયાની સાથે કોઈ જાતને સકામભાવે વ્યાવહારિક સંબંધ નથી એમ વિચાર કરી જવો. મન, વાણી અને કાયાને ધર્મોને આત્માની સાથે વાસ્તવિક સંબંધ નથી એમ વિચાર કરવો પશ્ચાત જે જે દેહના સંબંધે નામ પડ્યાં હોય અને તેના ગે જે જે કલ્પના ઉઠી હેય વા ઉઠતી હોય વા ભવિષ્યમાં ઉઠવાની હોય તેમાં આત્માને સંબંધ નથી તેથી બાહ્ય સંબંધમાં કંઈ પણ સંકલ્પવિકલ્પ કરવો ગ્ય નથી એવો વિચાર કરી જવો. આ પ્રમાણે વિચાર કર્યા બાદ આત્માને શુદ્ધસ્વરૂપ પ્રતિ એક સ્થિરચેતનાદષ્ટિથી નિર્વિકલ્પપણે અવકવું, આ પ્રમાણે અધકલાક, કલાકે અને બન્ને ક્લાસ પર્યન્ત અભ્યાસ સેવવાથી
65.
For Private And Personal Use Only